UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

  • India
  • April 16, 2025
  • 8 Comments

UP love mother-in-law and son-in-law: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક મહિલા અને તેના થનારા જમાઈની લવ સ્ટોરીનો કિસ્સો ખૂબ ચર્ચામાં છે. અલગીઢમાં સાસુ પોતાના થનારા જમાઈના પ્રેમમા પડી જતાં બંને ભાગી ગયા હતા. પુત્રીના લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. આજે 16 એપ્રિલે લગ્ન થવાના હતા. જો કે પુત્રીના લગ્ન થયા તે પહેલા સાસુ-જમાઈ 6 એપ્રિલે ભાગી ગયા હતા. ત્યારે હવે તેઓ અચાનક જ દાદોન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.

હકીકતમાં જમાઈ તેની થનાર સાસુ સાથે મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી ભાગી ગયો હતો. 6 એપ્રિલથી ફરાર રહેલા જમાઈ અને સાસુ આજે 16 એપ્રિલે બપોરે 2 વાગ્યે દાદોન પોલીસ સ્ટેશન હાજર થયા છે. હવે દાદોન પોલીસ મદ્રક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશે અને બંનેને તેમના હવાલે કરશે.

પતિ દારુને સપનાને મારતો?

અહેવાલો અનુસાર, 6 એપ્રિલના રોજ મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના માચરિયા નાગલા ગામનો રહેવાસી રાહુલ અને તેની થનાર સાસુ, સપના સાથે ભાગી ગયો હતો. આજે
પૂછપરછ દરમિયાન સપના નામની મહિલા(સાસુ)એ જણાવ્યું કે તેનો પતિ દારૂ પીધા પછી દરરોજ તેને માર મારતો હતો. સાસુએ કહ્યું તે હવે થનારા જમાઈ રાહુલ સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે. મહિલાએ જણાવ્યું કે રાહુલ સાથે તેની પુત્રીના લગ્ન નક્કી થયા પછી, જ્યારે પણ રાહુલનો ફોન આવતો, ત્યારે તે રાહુલ સાથે વાત કરતી, આના પર પુત્રી વિવિધ આરોપો પણ લગાવતી, ત્યારબાદ પતિ તેની સાથે દુર્વ્યવહાર પણ કરતો અને રાહુલ સાથે ભાગી જવાની ધમકી પણ આપતો હતો.

સપનાએ એમ પણ કહ્યું કે તે મદ્રક પોલીસ સ્ટેશન નહીં જાય. દાદોન પોલીસ સ્ટેશનની મદદની જરૂર છે. પ્રેમી રાહુલે કહ્યું કે સપના એપ્રિલમાં અલીગઢથી કાસગંજ આવી હતી. જે પછી અમે બસમાં બેસીને બરેલી પહોંચ્યા અને પછી બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લામાં પહોંચ્યા. બે દિવસ પહેલા, જ્યારે મેં મારો મોબાઈલ ખોલ્યો, ત્યારે મેં જોયું કે સોશિયલ મીડિયા પર અમારી ચર્ચા થઈ રહી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને, અમે બસમાં બેસીને મુઝફ્ફરપુરથી દિલ્હી પહોંચ્યા. અહીંથી અમે બસ દ્વારા આવ્યા અને રાયા કટ પર ઉતર્યા અને ત્યાંથી અમે કાર ભાડે કરી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા છીએ.

સાસુ અને થનારા જમાઈ બિહાર થઈને નેપાળ પહોંચ્યા હતા અને પોલીસ ઉત્તરાખંડમાં તેમની શોધ કરતી રહી હતી. રાહુલના લગ્ન સપનાની પુત્રી સાથે 16 એપ્રિલે એટલે કે આજે થવાના હતા. પરંતુ લગ્ન પહેલા, મહિલા તેના જમાઈ સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. મહિલા ઘરમાંથી નાણા અને દાગીના પણ લઈ ગઈ હતી. હાલ તો થનાર જમાઈ અને સાસુ એક સાથે રહેવા માગ કરી રહ્યા છે. જ્યારે પતિ પોતાની પત્ની રાખવા માગે છે.

આ પણ વાંચો:

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

Related Posts

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 24 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 34 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો