સાઉથ બોપલમાં પ્રી-બુકિંગના નામે 200 લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ

  • Gujarat
  • December 26, 2024
  • 0 Comments

સાઉથ બોપલમાં પ્રી-બુકિંગના નામે 200 લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ નામથી 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકવામાં આવી હતી. આ સ્કિમ થકી લોકો સાથે છેતરપિંડી કરનારા મુખ્ય આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કેસને લઈને SIT બનાવવામાં આવી છે. 2 DYSP સહિતનાં અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરશે.

જણાવી દઈએ કે, આરોપીઓ દ્વારા પ્રી-બુકિંગ પેટે 200થી વધુ લોકો પાસેથી રૂ.15 લાખ સુધીની રકમ લીધી હતી. પરંતુ કામ-કાજ ચાલું કરવામાં આવ્યું નહતું. તેથી ઘણો સમય વીતિ ગયો હોવાથી એડવાન્સ બુકિંગ કરાવનારા લોકો પૈસા લેવા પહોંચ્યા તો બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહ્યું હતું. ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, 200થી વધુ લોકો પાસેથી 35 કરોડથી વધુ ઉઘરાવ્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડરે બોપલ-ઘુમામાં રિચમન્ડ પ્રિવિલોન નામથી 2 અને 3 બીએચકેની સ્કીમ મુકી હતી. 22 માળની બિલ્ડિંગ માં 66 ફ્લેટ વેચાણ માટે મુકવાનું નક્કી કરાયું હતું. જ્યારે અન્ય એક 14 માળની સેલેસ્ટિયન સ્કીમ મુકાઇ હતી, જેમાં કુલ 600 ફ્લેટ હતા. જેમાં સ્કીમને રેરાની મંજૂરી પહેલા બુકિંગ શરૂ કરી દીધું હતું. અમને જણાવેલી તારીખ સુધીમાં બિલ્ડિંગનું કામ શરુ ન થતાં અમે પૂછપરછ કરતાં ખબર પડી કે સ્કીમની જમીનનો દસ્તાવેજ નહોતો થયો. ત્યારબાદ બિલ્ડર તરફથી અમને કોઈ જવાબ પણ મળ્યો ન હતો. અમારી રકમ પરત ન કરતા અમે પોલીસમાં અરજી કરી છે.

જે જમીન ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું હતું તે, અશોક ડાહ્યા ભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપરનાં નામે જમીન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર છેતરપિંડી મામલે 138 લોકોની અરજીઓ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીની મિલકતો પણ ચેક કરવામાં આવશે અને જો ગુનાનાં પૈસાથી મિલકતો વસાવવામાં આવી હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.

તે ઉપરાંત પોલીસે ભોગ બનેલા તમામ લોકોને આશ્વસન આપ્યું છે કે, તમામ લોકોના પૈસા સીધી રીતે મળી જાય તેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્ક્રિમમાં ભોગ બનનાર મહેન્દ્ર સિંહ ગોહેલે જણાવ્યુ હતુ કે, તેમણે તેમના બજેટમાં ઘર મળી રહ્યું હોવાના કારણે તેમણે પણ પંદર લાખ 51 હજાર રૂપિયા આપીને બૂકિંગ કરાવ્યું હતું. પરંતુ તેમણે જણાવેલા સમયાનુંસાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું નહતું. તો અમે બીજી વખત તેમને પૂછવા ગયા તો બે મહિનામાં કામ શરૂ થઇ જવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી પણ કંઇ જ કામ શરૂ કરવામાં આવ્યું નહતું.

રેરામાંથી મંજૂરી મળ્યા પહેલાં જ બિલ્ડરે બુકિંગ શરૂ કરી દીધું હતું. બુકિંગ કરનારા લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડરે એપ્રિલમાં રેરાની મંજૂરી આવી જવાની વાત કરી હતી. પરંતુ રેરાની મંજૂરી ન આવતા તમામ લોકોએ બિલ્ડરને પૂછતાં કહ્યું કે, થોડો વધુ સમય લાગશે, પરંતુ મંજૂરી મળી જવાની વાત કરી હતી. બિલ્ડરે બુકિંગ લઇ લીધુ હતું પરંતુ કામ ચાલુ ચાલુ ન કરતા તમામ ભાંડો ફૂટ્યો હતો.

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે