
Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાની વિદેશી ધરતી પરથી રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણીપંચ અને તેની ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આડે હાથ લીધી હતી. તેમણે અમેરિકાના બોસ્ટનમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દેશની ચૂંટણી પ્રણાલી અને ચૂંટણી પંચના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.
મતદાતાને મત આપતાં લગભગ 3 મિનિટનો સમય લાગે: રાહુલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના નેતાએ વિદ્યાર્થીઓને કહ્યું, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનું બહાર આવ્યું.’ તે હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજે 5.30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા. સાંજે 5.30 થી 7.30 વાગ્યાની વચ્ચે 65 લાખ મતદારોએ મતદાન કર્યું. આ શક્ય નથી. કારણ કે આટલા ટૂંકાગાળામાં આટલું બધુ મતદાન થઈ શકે નહી. હકીકતમાં મતદાતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં લગભગ 3 મિનિટનો સમય લાગે છે. જો તમે ગણિત કરો છો, તો તેનો અર્થ એ થાય કે મતદારોની કતારો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી. તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા, પણ એવું થયું નથી. ચૂંટણીમા સ્પષ્ટ ગોટાળો દેખાય છે.
ચૂંટણી પંચે નિયમો બદલી નાખ્યાના આક્ષેપ
રાહુલે કહ્યું કે અમે ચૂંટણી પંચ પાસેથી વીડિયો માંગ્યા કારણ કે કમિશન વીડિયોગ્રાફી કરાવે છે. અમે પૂછ્યા પછી, તેમણે અમારી અપીલ ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ નિયમો પણ બદલી નાખ્યા. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચમાં બધું બરાબર છે. આવું કામકાજમાં સમજદારી પૂર્વક થઈ રહ્યું છે. અમે જાહેર મંચ પર મહારાષ્ટ્રની ચૂંટણીઓ અંગે ઘણી વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. છેતરપિંડીનો પર્દાફાશ થયો છે પણ કોઈને તેની તસ્દી લીધી નથી.
આ પણ વાંચોઃ
કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા
Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો
હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal
કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case