JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

  • India
  • April 21, 2025
  • 4 Comments

US Vice President JD Vance India Visit: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની ભારતીય મૂળના પત્ની ઉષા, ત્રણ બાળકો ચાર દિવસના ભારત પ્રવાસે છે. જેડી વેન્સ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતની આ પહેલી તેમની મુલાકાત છે. જેડી વેન્સની ભારત મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાન્સની આ મુલાકાત એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પની ટેરિફ નીતિ ભારત પર પણ અસર કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિની અહીં મુલાકાતનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ PM મોદી સાથે વેપાર, ટેરિફ, ડિપોર્ટેશન, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. દ્વિપક્ષીય વેપાર સંધિ ઉપરાંત, મોદી અને વેન્સ વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર પણ ચર્ચા થવાની શક્યતા છે. મોદીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા ભાગ લેશે.

રાજદ્વારી સંબંધો મજબૂત થશે

ભારત અને અમેરિકા બંને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો છે. સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની આ મુલાકાતથી બંને દેશો આ મુદ્દાઓ પર ઝડપી ગતિએ આગળ વધશે અને રાજદ્વારી સંબંધો પણ મજબૂત બનશે.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી

ચીનની વધતી જતી સક્રિયતા અને આક્રમક નીતિને ધ્યાનમાં રાખીને, અમેરિકા ‘ઇન્ડો-પેસિફિક’ ક્ષેત્રમાં ભારત સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માંગે છે. આ સંદર્ભમાં પણ જેડી વાન્સની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. વેન્સની આ મુલાકાત ‘ઇન્ડો-પેસિફિક’ ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્ચેની સંયુક્ત ભૂમિકાને પ્રોત્સાહન આપશે.

વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવું

ભારત એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા છે. ઘણી અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવી રહી છે. જેડી વેન્સની આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર કરારો અને રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. દરમિયાન, ટેરિફ અંગે ભારત પ્રત્યે અમેરિકાનું વલણ શું હશે તે જોવું પણ રસપ્રદ રહેશે.

વિદેશમાં રહેતા ભારતીય સમુદાય સાથે જોડાણ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના પત્ની ઉષા ભારતીય મૂળના છે. વાન્સ અને ઉષાની આ મુલાકાત ભારતીય-અમેરિકન સમુદાય માટે ગર્વની વાત છે. આ પ્રવાસ સાંસ્કૃતિક જોડાણને પણ પ્રતિબિંબિત કરે છે. આનાથી અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો અંગે સ્પષ્ટ સંદેશ મળે છે અને સંબંધો પણ ગાઢ બને છે.

વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધશે

ભારત અને અમેરિકા પહેલાથી જ આબોહવા પરિવર્તન, આતંકવાદ, આરોગ્ય સુરક્ષા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની  આ મુલાકાત બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં પણ કરારને વધુ મજબૂત બનાવી શકે છે.

ભારતમાં ભવ્ય સ્વાગત

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષાનું ભારતમાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વાન્સ અને તેમનો પરિવાર ભારતની ચાર દિવસની મુલાકાત દરમિયાન દિલ્હી ઉપરાંત જયપુર અને આગ્રાની પણ મુલાકાત લેશે. જો જોવામાં આવે ત વેન્સની ભારત મુલાકાત માત્ર એક ઔપચારિક રાજદ્વારી મુલાકાત નથી પરંતુ તે બે મોટી શક્તિઓ વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તરફ એક મજબૂત પગલું છે.  આ મુલાકાત બંને દેશો વચ્ચેના ભાવિ સંબંધોનો પાયો નાખશે.

વર્ષ 2024ના અંતમાં ભારત-અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી હતી

ઉલ્લેખનીય છે કે 2024 ના અંતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. પરંતુ સંબંધો સ્થિર રહ્યા હતા. મોદી અને બાડેન બંનેએ જૂન 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે તેમના દેશોમાં એકબીજાનું આયોજન કર્યું હતું. જૂન 2023માં, બાઈડને વોશિંગ્ટનમાં મોદીની મુલાકાતનું આયોજન કર્યું હતું અને પછી સપ્ટેમ્બરમાં યુએસ રાષ્ટ્રપતિ G20 સમિટ માટે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. આ પછી, જૂન 2024 માં, બંને નેતાઓ ઇટાલીમાં G7 સમિટ દરમિયાન મળ્યા હતા.

જોકે હવે ટ્રમ્પના કાર્યકાળમાં ભારતની મોદી સરકાર અમેરિકા સાથે કેવા પનારો પાડે છે તે જોવું રહ્યું, કારણ કે ટ્રમ્પ તેમની આકરી નીતીઓને લઈ શરમ ભરતાં નથી. તે પીએમ મોદીને જેમ જવાબ આપી હસતાં નથી. તે સીધી એક્શન લે છે. જેના કારણે આજે ભારત જ નહીં પણ વિશ્વના નેતાઓ ટ્રમ્પની નીતીઓથી હેરાન-પરેશાન થઈ ગયા છે.

 

આ પણ વાંચોઃ

પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો

Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

 

 

Related Posts

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ
  • September 23, 2026

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં વિરોધ વચ્ચે સંસ્થાએ પરીક્ષામાં સજા અને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.…

Continue reading
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ
  • September 23, 2026

Nishikant Dubey Defamation Notice: BJPના ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને પોડકાસ્ટમાં કરાયેલા કથિત માનહાનિકારક નિવેદનો મામલે સાત દિવસની અંદર બિનશરતી માફી માંગવાની નોટિસ આપી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 6 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ