
દિલીપ પટેલ
Olympics Planning: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરી દેવામાં આવી છે. બહોળો અનુભવ ધરાવતી કોલજ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. આ માટે 12.5 કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે. માસ્ટર પ્લાન ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે.
આસારામ આશ્રમને વળતર મળશે કે નહીં?
ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતિ જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર આપે એવી શક્યતા નથી કેમ કે આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરીટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને વિશ્વાસ ભંગ કર્યો હોવાનું પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી આસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતિનો મત છે.
5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન
અમદાવાદ શહેરની આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે. કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે. 2036માં જો ભારતમાં ઓલમ્પિક રમતો માટે મંજૂરી વિશ્વ આપે તો ગુજરાતમાં 12 હજાર ખેલાડીઓ વિશ્વભરમાંથી આવી શકે છે. તેને રહેવા, જમવા, રમવા માટેની વિશાળ ભવનો અને મેદાનો વિકસાવવા પડશે. આ લાયકાત મેળવવા મંજૂરી પહેલાં કેટલાક સ્ટેડિયમ અને રહેણાંક હોવા જરૂરી છે. લાયકાત મેળવવા માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.
ગુજરાતમાં પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવી, નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર, બોર્ડ ઓથોરિટી ઓફ ગુજરાત અરેના, આઇઆઇટી જીએનએન અરણ્ય ઉદ્યાન, સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના, એકા અરેના, કેન્સવેલા ગોલ્ફ ક્લબ સહિતની જગ્યાએ યોજાશે.
ઓલિમ્પિક વિલેજ અમદાવાદના મોટેરામાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નજીક સ્થાપિત કરવામાં આવશે. ભાટ અને આસપાસના વિસ્તારોમાં બની રહેલા ઓલિમ્પિક વિલેજના 20 કિમીના ત્રિજ્યામાં અમદાવાદ અને ગાંધીનગરમાં 14 સ્થળોએ 30 રમતો રમાશે.
80 ટકા રમતગમતોનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં
માસ્ટર પ્લાન મુજબ 2036 ઓલિમ્પિકની 80 ટકા રમતગમતોનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં થશે, જ્યારે 20 ટકા રમતો અન્ય ચાર રાજ્યોમાં યોજાશે.
ગત વર્ષે આ દેશમાં થયું હતુ ઓલિમ્પિકનું આયોજન?
વિશ્વની સૌથી મોટી અને જાજરમાન સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે અલગ દેશમાં કરવામાં આવે છે, ગત વર્ષે ઓલમ્પિકનું આયોજન ફ્રાંસના પેરીસ શહેરમાં થયું હતું. હવે આગામી 2028 ઓલિમ્પિક ગેમ્સ યુએસના લોસ એન્જલસમાં યોજાશે, જ્યારે 2032ની ઓલમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં યોજાશે. હવે ભારત દાવો કરવાનું છે તે માટે સુવિધા હોવી જરૂરી છે. તેની તૈયારી થઈ રહી છે.
2024 ઓલિમ્પિકમાં ભારતના કેટલાં ખેલાડીઓ ભાગ લીધો હતો?
2024ની ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ, 206 એસોસિયેશન અને દેશોના 10,500 ખેલાડીઓ હતા. ભારતના પેરિસ ઓલિમ્પિકમાં 16 રમતોમાં 117 ખેલાડીઓ હતા. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.
2023 સુધીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઈતિહાસ 124 વર્ષ જૂનો છે. તેણે આ ગેમ્સમાં 27 વખત ભાગ લીધો છે. ભારતે આ રમતોમાં સૌ પ્રથમ વખત 1900માં ભાગ લીધો હતો. તે વર્ષે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું હતું. 1900માં માત્ર એક જ ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેનું નામ નોર્મન પ્રિટકાર્ડ હતું. તેમણે દેશ માટે બે મેડલ જીત્યા છે. પ્રિટકાર્ડે 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ્સને ઓલિમ્પિક એસોસિએશન અનુસાર ભારતના ખાતામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ અનુસાર આ મેડલ્સ બ્રિટનના ખાતામાં છે.
ભારતનું ઓલિમ્પિક યોજવાનું આયોજન
કેન્દ્ર સરકારે 2024ના 1 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ(IOC) સમિતિને એક પત્ર સુપરત કર્યો હતો, IOC ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો નિર્ણય લે છે. જેમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હજું નિર્ણય લેવાયો નથી કે ભારતમાં ઓલિમ્પિક રમાશે કે નહીં.
આવતાં ત્રીજા ભાગમાં વાંચો આસારામના ત્રણ આશ્રમનો કેમ ભોગ લેવાઈ રહ્યો છે?
આ પણ વાંચોઃ
NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી
‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission
Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?
શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?
Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!