મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના

  • India
  • December 27, 2024
  • 1 Comments

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.

મનમોહન સિંહ જનતાના દરેક વર્ગ માટે વિચારતા હતા. તેથી જ તેઓ ગરીબોથી લઈને ઉદ્યોગપતિઓને મુશ્કેલીઓ દૂર કરવા માટેની જ યોજનાઓ લોન્ચ કરતાં હતા. બધા જ વર્ગોના ઉત્થાન અને વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા મનમોહન સિંહના નામે એક નહીં પરંતુ અનેક સિદ્ધિઓ રહેલી છે.

મનમોહન સિંહ જ હતા કે, તેમના કાર્યકાળમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. તો એક વખત ફરીથી ખેડૂતોના દેવા માફ કરવાનું કોંગ્રેસ તરફથી વચન આપવામાં આવ્યું હતું પરંતુ 2024માં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી શકી નહતી. નહીંતર બીજી વખત મનમોહનસિંહ પાસે જ જ ખેડૂતોનું દેવું માફ કરવા માટેની પ્લાનિંગ બનાવવું પડ્યું હોઈ શક્યું હોત.

ડૉ. મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતાં 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું.

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (NREGA)

ડૉ. મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંયધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે.

માહિતી અધિકાર અધિનિયમ (RTI)

વર્ષ 2005માં પસાર થયેલી માહિતી અધિકાર અધિનિયમ (RTI) નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.

આધાર સુવિધા

આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની ઍક્સેસની સુવિધા આપે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

ડૉ. મનમોહન સિંહની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી ખામીઓ દૂર કરી.

ખેડૂતો માટે લીધો હતો મોટો નિર્ણય

કૃષિ સંકટને દૂર કરવા માટે, ખેડૂતોને 60,000 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા રાહત આપવામાં આવી હતી.

ભારત-અમેરિકા પરમાણુ કરાર

ડૉ.મનમોહન સિંહની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી. આ કરાર હેઠળ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં છૂટ મળી છે. આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેક્નોલોજી છે.

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે