આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લવાશે: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

  • India
  • December 27, 2024
  • 0 Comments

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવશે. આ સાથે જ રાજકીય સન્માન સાથે મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રીએ અમિત શાહે પૂર્વ PMને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે. મનમોહનના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે થશે.

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 2 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 3 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 8 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!