MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત

  • India
  • April 27, 2025
  • 5 Comments
  • કૂવામાં પડેલાં લોકોને બચાવવા ઉતરેલાં ગ્રામજનનું ઝેરી ગેસને કારણે મોત
  • બાઈક સાથે અકસ્માત બાદ ઇકો વાન કુવામાં ખાબકી ગઈ હતી.
  • 3 વર્ષની બાળકી સહિત 4 ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી

MP Accident । મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ઈકો વાન બાઈક સાથે અથડાયા બાદ કુંવામાં ખાબકી જવાની દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં બાઈક સવાર યુવક સહિત 10 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં કાર સવારોને બચાવવા માટે કુંવામાં ઉતરેલા ગ્રામજન મનોહર સિંહનો પણ સમાવેશ થાય છે.

રવિવારે બપોરે લગભગ સવા એક વાગ્યાના અરસામાં નારાયણગઢ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. ઉજ્જૈન જીલ્લાના ઉન્હેલથી નીમચ જીલ્લાના મનાસા ક્ષેત્રમાં આંતરી માતા મંદિરે દર્શન કરવા માટે 10 જેટલાં લોકો ઈકો વાનમાં જઈ રહ્યાં હતાં. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

મૃતદેહોને કાઢવા માટે SDRF ની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ટીમે દોરડાંઓની મદદથી કુંવામાં ઉતરી હતી. જ્યારે ક્રેન વડે ઈકો વાનને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.

3 વર્ષની બાળકી સહિત ચાર ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામને મંદસૌર જીલ્લાના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવારની ઓળખ આબાખેડીનો નિવાસી ગોબર સિંહ હોવાનું સામે આવ્યું છે.

(દુર્ઘટનાની તસવીરો)

આ પણ વાંચોઃ

હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh

UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Related Posts

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?
  • June 19, 2026

Indian Political Defections: ભારતીય લોકશાહી આજે એક એવા મોડ પર આવીને ઉભી છે જ્યાં વિચારધારાની કોઈ કિંમત રહી નથી. ઉદારવાદીઓ અને સેક્યુલર બૌદ્ધિકો વારંવાર ભાજપની આક્રમકતા અને તેમની સત્તા પર…

Continue reading
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ
  • June 19, 2026

NCERT Dancing Girl Controversy: ૪,૫૦૦ વર્ષ જૂની સિંધુ ખીણ સભ્યતાની કાંસ્ય મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ ને NCERT દ્વારા પહેલા ઢાંકવી અને પછી લોકોના આક્રોશ બાદ તેને પાછી લાવવી, તે માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 3 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 4 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’