Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

  • India
  • May 8, 2025
  • 2 Comments

Firing at LOC: પાકિસ્તાની સૈનિકોએ(Pakistani army)  ગુરુવારે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)  કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા સૈનિક દિનેશ કુમાર શહીદ થયા હતા.

હજુ પણ પાકિસ્તાનની અકડ એવી ને એવી !

ભારત તરફથી વારંવાર જડબાતોડ જવાબ મળવા છતાં, પાકિસ્તાનમાં કોઈ સુધારો થયો નથી. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેના બોખલાયેલી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હવે ભારતમાં નાગરિકો અને ઘરો પર બંદૂકો અને તોપના ગોળાથી હુમલો કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનનના નો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની બાજુ ભારે વિનાશ વેર્યો છે.

આ વિસ્તારોમાં કર્યો  ગોળીબાર

પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ફરી  જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની તેની ચોકીઓ પરથી નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, આ સતત 13મો દિવસ છે જ્યારે પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો છે.

એક સૈનિક શહીદ, કુલ 15 લોકોના મોત

પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામડાઓ અને નાગરિકોને નિશાન બનાવીને ભારે તોપમારો, તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓના હવાલાથી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના ગોળીબારમાં એક સૈનિક સહિત ઓછામાં ઓછા 15લોકો માર્યા ગયા અને 57 અન્ય ઘાયલ થયા છે.

ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ થયો

પાકિસ્તાનના ગોળીબારનું સૌથી મોટું લક્ષ્ય ઉત્તર કાશ્મીરના પૂંછ, રાજૌરી, બારામુલ્લા અને કુપવાડાના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો છે. પૂંછ શહેરમાં ગુરુદ્વારા અને આસપાસના ઘરો પર તોપમારો પડતાં ત્રણ શીખોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહી છે, જેમાં દુશ્મન પક્ષના ઘણા લોકો માર્યા ગયા છે. ગોળીબારમાં સામેલ તેમની ઘણી પોસ્ટ્સનો નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

Related Posts

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 7 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 9 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 11 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી