VALSAD: 7 વર્ષિય બાળકની હત્યાનો પર્દાફાશ, આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો, જાણો સમગ્ર મામલો

  • Gujarat
  • December 28, 2024
  • 0 Comments

વાપીના છીરી વિસ્તારમાં 7 વર્ષીય એક માશૂમ બાળકના અપહરણ અને હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગણતરીના કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસ ને માસુમ બાળકની હત્યાના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે અને બાળકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હત્યા નું કારણ જે બહાર આવ્યું છે તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો સાત વર્ષીય ઓમજીત કુમાર તંતી નામનું બાળક 25મી તારીખ રાતથી ગુમ હતુ. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. અને 200 થી વધુ પોલીસ જવાનો અને સ્થાનિક લોકોની મદદથી આસપાસના વિસ્તાર અને ઝાડીઓમાં બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા. ત્યારે તે ઝાડી ઝાંખરમાંથી મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથીના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની હથિયારથી હત્યા નીપજાવવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો પણ ગુનો નોધ્યો હતો.

ત્યારે પોલીસ સઘન તપાસ હાથ ધરી દમણના ભીમપોર વિસ્તારમાંથી શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ નામના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આરોપી શિવકુમારે જ માસુમ બાળકની હત્યા કરી હતી. જો કે હત્યાનું કારણ જાણવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપી શિવકુમાર ભોગ બનેલા બાળકના ઘરની નજીકમાં જ રહેતો હતો. અને તેણે આ બાળકને નાસ્તો કરવા 10 રૂપિયા આપવાની લાલચ આપી દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું હતું.. અને ત્યારબાદ ઘરથી થોડે દૂર ઝાડિયોમાં લઈ જઈ અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યું હતું… અને ત્યારબાદ તેની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારનો ભેદ ઉકેલી નરાધમ આરોપી ની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 1 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 6 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 7 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 6 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 10 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી