India Pakistan War:પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો કર્યો પ્રયાસ , ભારતે પાકના નાપાક ઈદારાને નિષ્ફળ બનાવ્યો

  • India
  • May 8, 2025
  • 0 Comments

India Pakistan War: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ  પાકિસ્તાન (Pakistan) સતત ભારતને (India) નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની હોશિયારી બતાવતા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતિપોરાથી ભુજ સુધીના ભારતીય સેનાના લશ્કરી ઠેકાણાઓ પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. જોકે, ભારતીય સશસ્ત્ર દળોએ તેમની એન્ટિ-યુએવી (ડ્રોન) સિસ્ટમની મદદથી આ બધા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે.

પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા

7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગમાં, ભારતે તેની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિન-ઉશ્કેરણીજનક ગણાવી હતી. એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ છતાં, પાકિસ્તાન હાર માન્યું નહીં અને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને આ સ્થળો પર હુમલો કર્યો

7-8 મેની રાત્રે, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. ભારતીય સેનાએ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. હુમલાનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો છે.

સંરક્ષણ મંત્રાલયે માહિતી જાહેર કરી

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં જણાવાયું છે કે 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પછી, આપણી સરહદો પર S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની તૈનાતીએ આ બધા હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા અને પાકિસ્તાનના આ નાપાક કૃત્યને નિષ્ફળ બનાવ્યું.

પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ થયો

ગુરુવારે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે આ જ વિસ્તારોમાં પાકિસ્તાનને તીવ્રતાથી જવાબ આપ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતની કાર્યવાહીમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Operation Sindoor: ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ


  • Related Posts

    Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
    • March 17, 2026

    Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

    Continue reading
    Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
    • March 17, 2026

    Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 3 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 5 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    • March 19, 2026
    • 10 views
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    • March 19, 2026
    • 6 views
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 4 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ