Vadodara: ધારાસભ્ય શૈલેશ મહેતાના ઈશારે ભાજપે આશિષ જોષીને પાર્ટીમાંથી કાઢી મુક્યા, આશિષ જોષીના MLA પર ગંભીર આક્ષેપ

Vadodara: હરણી બોટકાંડ (Harni boat incident) પિડિતોનું સમર્થન કરનાર ભાજપ કોર્પોરેટર આશિષ જોશીને (Ashish Joshi)  પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે તેમના પર પાર્ટીની છબી બગાડવાનો આરોપ લગાવ્યો છે. તેમને પાર્ટીમાંથી કાઢી મુકવાનું સાચુ કારણ તાજેતરમાં વડોદરામાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં તેમની ભૂમિકાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશિષ જોશી પર આરોપ લાગ્યો હતો કે ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે, તેની સ્ક્રિપ્ટ પણ આશિષ જોષીએ જ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પાર્ટીમાંથી કાઢી મુક્યા બાદ હવે આશિષ જોષીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. The gujarat report સાથે વાત કરતા આશિષ જોષીએ અનેક મોટા ખુલાસાઓ કર્યા છે.

આશિષ જોષીએ માંગ્યા પુરાવા

કયા આધારે હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો તેના જરૂરી દસ્તાવેજો આશિષ જોશીએ પક્ષ પાસેથી માગ્યા છે. આ સાથે તેમણે શિસ્તભંગનું કોઈ કૃત્ય ન કર્યું હોવાનું જણાવીને ખોટી રીતે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનું જણાવ્યુ હતું.

શૈલેશ મહેતા પર મોટા આક્ષેપ

ભાજપમાંથી સસ્પેન્ટ થયા બાદ આશિષ જોષીએ ખુલાસો કર્યો છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાનાના ઈશારે તેમને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. શૈલેશ મહેતાએ ખોટી ફરિયાદો કરીને મને સસ્પેન્ડ કરાવ્યો હોવાનું આશિષ જોષીએ નિવેદન આપતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યોછે કે, શૈલેશ મહેતા બોટકાડમાં શાળાના સંચાલકોને બચાવી રહ્યા છે અને પાલિકાને કાર્યવાહી કરતા રોકી રહ્યા છે. તેમજ પક્ષ તેમને રાખે કે ન રાખે પરંતુ તેઓ હરણી બોટ કાંડના પીડિતો માટે લડતા રહેશે તેવો હુંકાર પણ તેમણે કર્યો છે.

આશિષ જોષી શૈલેશ મહેતા વિશે વધુ શું ખુલાસા કર્યા ?  

આ સાથે આશિષ જોષીએ આગામી સમયમાં શૈલેશ મહેતા અંગે પણ પુરાવા આપવા જણાવ્યુ હતુ. ધારાસભ્ય શૈલેશ મહેતાનું હરણી બોટમાં કઈ રીતે કનેક્શન છે ? ધારાસભ્ય આ બધુ કરીને કોને બચાવી રહ્યા છે તેના અંગે શું મોટા ખુલાસા કર્યા જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

  • October 3, 2026
  • 2 views
Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

  • October 3, 2026
  • 5 views
Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

  • October 3, 2026
  • 6 views
Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

  • October 3, 2026
  • 6 views
SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

  • October 3, 2026
  • 5 views
Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

  • October 3, 2026
  • 7 views
SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC