જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

  • India
  • May 11, 2025
  • 5 Comments

 Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા પર થતાં હુમલા રોકવાની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી, જમીન અને હવામાં થતાં હુમલાઓને રોકવામાં આવ્યા છે. જોકે તેમ છતાં અહેવાલો મળ્યા છે કે પાકિસ્તાને હુમલાઓ ચાલુ રાખ્યા છે. આ વચ્ચે  બંને બાજુ હુમલા રોકવાની સહમતિ થતાં વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ભારત સરકારના પ્રવક્તા દ્વારા કરવામાં આવી હતી, હું તેનું સ્વાગત કરું છું. જો આ 2 કે 3 દિવસ પહેલા થયું હોત, તો આપણે આટલા કિંમતી જીવ ગુમાવ્યા ન હોત. હવે જમ્મુ અને કાશ્મીર સરકારની જવાબદારી છે કે તે તે સ્થળોનું નિરીક્ષણ કરે જ્યાં નુકસાન થયું છે અને લોકોને રાહત આપવાનું શરૂ કરે. અમે તેમના દુઃખને શેર કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કરીશું.”, તેમણે કહ્યું હતુ કે કાશ્મીર સહિત રજોરી, પૂછમાં ભારે નુકસાન થયુ છે.

સીએમ ઓમરે હુમલાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

શનિવારે સવારે ઓમર અબ્દુલ્લાએ જમ્મુના બે રહેણાંક વિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યાં વિસ્ફોટમાં એક ઘર અને બહાર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અબ્દુલ્લાએ રેહાડી અને રૂપ નગરમાં વિસ્ફોટ સ્થળોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી હતી.

રેહાડીમાં  વિસ્ફોટમાં ચાર લોકો નીરજ ગુપ્તા, તેમની પુત્રી હિતક્ષી ગુપ્તા, વિનિત અને રાજિન્દર કુમાર ઘાયલ થયા હતા. મુલાકાત પછી, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “તાજેતરના ગોળીબારથી થયેલા નુકસાનનો અભ્યાસ કરવા માટે જમ્મુમાં રેહાડી અને રૂપનગરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 1 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી