ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon

Monsoon in India: હાલ ગુજરાતમાં ચોમાસુ ન હોવા છતાં ભારતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે રાજ્યના 20થી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. જો કે, આજથી ગરમીમાં પણ 3થી 5 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.  તે વચ્ચે ચોમાસાની આગાહી સામે આવી છે. જાણો આ વર્ષે ચોમાસુ કેવું રહેશે.

આજે ચોમાસાનો દરિયામાં પ્રવેશ

આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવા જઈ રહી છે. આજે એટલે કે 13 મેના રોજ ચોમાસું ભારતના દરિયામાં પ્રવેશ કરશે અને તે બાદ તે આગળ વધીને ભારત સુધી પહોંચશે. હાલ નિકોબારના ટાપુઓ પર વરસાદ ચાલુ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે અને હજી પણ આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે.

સૌપ્રથમ ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગમાં પહોંચે છે અને ત્યારબાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં આવે છે. એ પછી ચોમાસાની શરૂઆત કેરળથી થશે.

અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધે છે અને તે બાદ કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય છે. આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં આગળ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલી થવાની છે અને તેના કારણે ઘણાં રાજ્યોમાં પણ ચોમાસાનો વરસાદ વહેલો શરૂ થાય તેવી શક્યતા છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેના રોજ થશે

ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે એટલે કે કેરળનાં નક્કી કરેલાં હવામાન કેન્દ્રો પર નક્કી કરેલી માત્રામાં વરસાદ નોંધાય તે બાદ ચોમાસું બેઠું કહેવાય. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસવાની અધિકારીક તારીખ 1 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વખતે હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેના રોજ થશે.

ભારતમાં સૌપ્રથમ આંદામાન – નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચે છે અને ત્યાંથી ચોમાસું આગળ વધવા પર સતત નજર રાખવામાં આવે છે. આ ટાપુઓ પર ચોમાસું આવે તે સાથે જ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે.

આંદામાન – નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચવાની અધિકારીક તારીખ 20 મે છે, જેથી આ વર્ષે ચોમાસું અહીં પણ વહેલું પહોંચશે. સામાન્ય રીતે આ ટાપુઓ પરથી કેરળ પર ચોમાસાને પહોંચવામાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે.

જો 20 મેની આસપાસ ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ પર પહોંચે તો 1 જૂનની આસપાસ તેની શરૂઆત કેરળ પર થતી હોય છે. આ વર્ષે આ ટાપુઓ પર જ ચોમાસું વહેલું પહોંચવાને કારણે કેરળમાં પણ તે વહેલું પહોંચે એવી શક્યતા છે.

જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસાનું આગળ વધાવા પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે એટલે આંદામાન-નિકોબાર પર ચોમાસું વહેલું પહોંચે એનો અર્થ એવો નથી કે તે કેરળમાં પણ વહેલું પહોંચી જાય.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંદામાન – નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ પણ તે આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય રહી છે.

13 મેના ચોમાસું અહીં પહોંચ્યા બાદ 4થી 5 દિવસમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના વધારે ભાગો, આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીની મધ્ય ભાગોમાં પહોંચી જશે.

ગુજરાતમાં પણ ચોમાસું આ વર્ષે વહેલું શરૂ થશે?

ગુજરાતમાં ચોમાસું આવી ગયું છતાં અનેક ગામોમાં વરસાદ કેમ નથી પડ્યો, શું છે તેની પાછળનું કારણ? - BBC News ગુજરાતી

કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર પછી તે ગુજરાત પહોંચતા તેને આશરે 15 દિવસ જેટલો સમય લાગે છે. જોકે, ઘણી વખત એવું બન્યું છે કે કેરળમાં સમયસર કે વહેલી ચોમાસાની શરૂઆત બાદ પણ રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હોય.

હાલની સ્થિતિ પ્રમાણે જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલું પહોંચી શકે છે. આ વખતે કેરળમાં ચોમાસું બેસે તેની સાથે અથવા તેના થોડા દિવસોમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે. હવામાનનાં કેટલાંક મૉડલો પણ દર્શાવી રહ્યાં છે કે મે મહિનાના અંત કે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

ઊંચી દુકાન ફીકા પકવાન, મોદી પહેલગામ હુમલાના આતંકીઓ નામ પણ ન બોલ્યા?, સિંદૂરનું શું થશે? | Modi Speech

Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
  • October 27, 2025

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

Continue reading
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 2 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 12 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 15 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 9 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 25 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!