‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

ગઈકાલે મધ્યપ્રદેશના ભાજપા નેતા વીજય શાહે(Vijay Shah) કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદીત ટીપ્પણી કરતાં દેશીવાસીઓનું લોહી ઉકળી ગયું છે. કારણ કે દેશની સેના કોઈપણ ધર્મ, જાતિ વગર દેશનું રક્ષણ કરે છે. ત્યારે કર્નલ સોફિયાનું અપમાન કરનાર ભાજપા નેતા સામે લોકો રોષે ભરાયા છે. ઓપરેશન સિંદૂરની આગેવાની કરી પાકિસ્તાનના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરનાર દિકરીનું ભાજપા નેતા વિજય શાહે અપમાન કર્યું છે. વિજય શાહ સામે પૂર્વ સૈનિકો પણ રોષે ભરાયા છે. કોંગ્રેસ પણ વિરોધ કર્યો છે.

રિટાયર્ડ કર્નલ રોહિત ચૌધરીએ કહ્યું પાર્ટી અને મોદીએ આ વિજય શાહનું રાજીનામુ લઈ લેવું જોઈએ. તેમની વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ.

કોંગ્રેસ નેતા પ્રબલ પ્રતાપ શાહીએ કહ્યું કે વિજય શાહે દેશનું અપમાન કર્યું છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરનાર કર્નલ સોફિયા ખુરેશી માટે વિજય શાહે જે ટીપ્પણી કરી છે તે પાકિસ્તનના જનરલ મુનિર જેવી છે.

ઉલ્લેખનીય છે કે જો કોઈ સામાન્ય વ્યકિત કોઈ બીજી પાર્ટીએ આવું નિવેદન આપ્યું હોત તો તે જ દેશદ્રોહની ફરિયાદ થઈ ગઈ હોત. માત્ર સરકાર સામે બોલનાર મહિલા નેહાસિંહ રાઠોડ સામે સરકાર ફરિયાદ કરી દે છે. જ્યારે દેશની સેના સામે અભદ્ર બોલનાર  મંત્રી સામે કોઈ જ પગલા હજુ સુધી લીધા નથી.  વિજય શાહે માત્ર હસી હસીને માફી માગી છે. ત્યારે ભાજપા દેશને કઈ દિશામાં લઈ જઈ રહી છે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહેવામાં આવી હતી

 મધ્યપ્રદેશ સરકારના મંત્રી અને ભાજપ નેતા વિજય શાહે કથિત રીતે આર્મી ઓફિસર કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહ્યા હતા.    આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટીકાનો વિષય બની ગયું છે. આ વિવાદ બાદ નેતાએ માફી માગી છે. જો કે લોકો કહી રહ્યા છે કે તેમની માફી યોગ્ય નથી. તેમને સજા થવી જોઈએ. શાહને સેનાનું અપમાન કરવાનું ભારે પડ્યું છે.

મોદી ઘેરાયા

બીજી તરફ મોદીએ સીઝ ફાયર સ્વીકારી લેતાં ઘેરાયા છે. દેશભરમાં લોકો પીએમ મોદીથી નારાજ છે. દેશ એક થઈ મોદીને સાથ આપ્યો પણ મોદીએ દેશને સીઝ ફાયર આપ્યું. માત્ર ટ્રમ્પે ટ્રેડ કરવાનું ના પાડી દેતાં મોદી પાણીમાં બેસી ગયા. તેમણે ઓપરેશન સિંદૂરનો સોદો કરી નાખ્યો છે.

કાશ્મીરનો મુદ્દો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે આંતરિક હતો. તેને વિશ્વકક્ષાએ મોદીએ પહોંચી દીધો છે. જેથી અન્ય દેશો વચ્ચે દખલગીરી કરી રહ્યા છે.

રિટાયર્ડ કર્નલ રોહિત ચૌધરી મોદીના સીઝ ફાયરથી નારાજ છે. તેમણે કહ્યું કે આપણી પાસે દરેક ક્ષેત્રે તાકાત છે.  પાકિસ્તાનના પાંચ ટુકડા કરી શકીએ છીએ. પણ મોદીએ સીઝ ફાયર કરી નાખ્યું. તો જુઓ આ વીડિયોમાં મોદીની ભૂલોનું પરિણામ દેશ કેવી રીતે ભોગવી રહ્યો છે?

 

 

આ પણ વાંચોઃ

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

 

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 2 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 3 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 7 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 7 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ