Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

  • India
  • May 15, 2025
  • 4 Comments

Lucknow bus fire: ગુરુવારે સવારે ઉત્તપ્રદેશના લખનૌમાં એક સ્લીપર બસમાં આગ લાગતાં પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. લગભગ 60 મુસાફરોને લઈને ડબલ ડેકર AC બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી ત્યારે સવારે લખનૌમાંથી પસાર થતી વખતે આ દુર્ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોમાં 2 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી. આ આગની ઘટના સવારે 5 વાગ્યે મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ (કિસાન પથ) પર બની હતી.  જાણવા મળી રહ્યું કે આગ સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા.

બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા 

મુસાફરોના જણાવ્યા મુજબ, ચાલતી બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી, જેના કારણે ગભરાટ ફેલાયો. થોડીવારમાં જ આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા હતા. ડ્રાઇવરની સીટ પાસે વધારાની સીટ હોવાથી મુસાફરોને નીચે ઉતરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઉતાવળમાં ઉતરતી વખતે ઘણા મુસાફરો ફસાઈ ગયા અને પડી ગયા. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં જ પીજીઆઈ, મોહનલાલગંજ, સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસીપી રજનીશ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીની જવાબદારી સંભાળી હતી. પોલીસે બસમાંથી મૃત મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ડબલ ડેકર બસમાં લાગેલી આગને 6 ટીમો દ્વારા બુઝાવવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો બધો સામાન બળીને રાખ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 2 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 14 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 10 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 22 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 32 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો