Rajasthan Viral Incident: “પહેલા મને ચાંદીનું કડુ આપો, પછી જ ચિતા પરથી ઊઠીશ.” પુત્રએ માતાના અંતિમસંસ્કાર સમયે જ મચાવ્યો હોબાળો

  • India
  • May 16, 2025
  • 0 Comments

Rajasthan Viral Incident:  રાજસ્થાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને માનવતાને શર્મસાર કરી દીધી છે. જ્યાં એક દિકરાએ ચાંદીના કડા માટે પોતાની માતાના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. તે અંતિમ સંસ્કાર સમયે માતાની ચિતા પર સુઈ ગયો હતો અને કલાકો સુધી સ્મશાનમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પુત્ર ચાંદીના કડા માટે હોબાળો મચાવતો જોવા મળી રહ્યો છે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની સામે તિરસ્કારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

રાજસ્થાનમાં માતા પુત્રના સબંધોને શર્મસાર કરતી ઘટના

રાજસ્થાનના કોટપુતલી -બહરોર જિલ્લાના વિરાટ નગર વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માતા પુત્રના સંબંધોને શરમજનક બનાવી દીધા છે . અહીં લીલા કા બસ કી ધાનીમાં, 80 વર્ષીય ભૂરી દેવીનું 3 મેના રોજ અવસાન થયું હતું. જ્યાં માતાના અવસાનથી આખો પરિવાર દુઃખી હતો અને ગામના સેંકડો લોકો શોક વ્યક્ત કરવા માટે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં પહોંચ્યા, ત્યારે એક એવી ઘટના બની જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

દીકરો ચિતા પર સૂઈ ગયો, બે કલાક સુધી હોબાળો મચાવ્યો

ભૂરી દેવીના સાત પુત્રોમાંથી પાંચમો પુત્ર ઓમ પ્રકાશ, જે તેના ભાઈઓથી અલગ રહે છે, તે તેની માતાની અંતિમયાત્રામાં જોડાવવા આવ્યો હતો. શરૂઆતમાં, તે મૃતદેહને ખભા પર લઈને શાંતિથી સ્મશાનમાં પહોંચ્યો, પરંતુ ચિતા તૈયાર થયા પછી, તેણે અચાનક હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઓમ પ્રકાશ ચિતા પર સૂઈ ગયો અને બૂમ પાડવા લાગ્યો, “પહેલા મને માતાની ચાંદીનુ કડુ આપો, પછી જ હું ઊઠીશ.”

દાગીનાનો વિવાદ

હકીકતમાં, માતાના મૃત્યુ પછી, પરિવારે તેના ઘરેણાં મોટા દીકરા ગિરધારીને આપી દીધા હતા. જ્યારે ઓમપ્રકાશને આ વાતની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ચિતા પર સૂઈને વિરોધ કરવા લાગ્યો. પરિવારના સભ્યો અને ગામના લોકો તેને સમજાવવા લાગ્યા, પણ તે સહમત થવા તૈયાર ન હતો. અંતે, કંટાળીને કોઈને ઘરે મોકલીને કડુ લાવવામા આવ્યું અને તેને ઓમપ્રકાશને સોંપવામાં આવ્યું. ત્યારબાદ જ મામલો શાંત થયો અને લગભગ બે કલાક પછી અંતિમ સંસ્કાર થઈ શક્યા.

વિડિયો વાયરલ થયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમપ્રકાશનો તેના ભાઈઓ સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે તે તેના પરિવારથી અલગ રહે છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને આવા કપૂત પુત્ર સામે લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
    • August 7, 2025

    Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

    Continue reading
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ
    • August 7, 2025

    Udaipur Files: ઉદયપુર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલા કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા ઝઈ રહી છે. આ ફિલ્મ છેલ્લા એક મહિનાથી રિલીઝ ડેટમાં અટવાયેલી હતી.દિલ્હી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    • August 7, 2025
    • 1 views
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    • August 7, 2025
    • 53 views
    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    • August 7, 2025
    • 12 views
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    • August 7, 2025
    • 13 views
    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 30 views
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

    • August 7, 2025
    • 14 views
    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી