Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar owner Bahubali Shah arrested: ગુજરાતના અગ્રણી અને સૌથી જૂના દૈનિક અખબાર ગુજરાત સમાચારના (Gujarat Samachar) માલિક બાહુબલી શાહની (Bahubali Shah) ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ન્યૂઝ પેપર ગુજરાત સમાચાર અને ચેનલ GSTV પર ઈડી અને ઈન્કમટેક્સએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ સમાચાર સામે આવતા મીડિયા જગતમાં ખળભળાટ મચી ગયો છે ઘણા લોકો આ કાર્યવાહી પાછળનું કારણ ગુજરાત સમાચારનું સરકાર વિરોધી લખવાનું જણાવી રહ્યા છે પરંતુ ખરેખર એવું નથી. આ કાર્યવાહી પાછળ ઘણા બધા કારણો છે જે અંગે વરિષ્ઠ પત્રકાર હેમાશું ભાયણીએ ધ ગુજરાત રિપોરેટ સાથે વાત કરતા જણાવ્યા છે.

બાહુબલી શાહની ધરપકડ, આ પત્રકારત્વ વિરુદ્ધની કાર્યવાહી છે?

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામા આવી તેમાં ત્રણ મુખ્ય પાસાઓ છે. મોટા ભાગા મીડિયા હાઉસ એવું કહી રહ્યા છે કે આ પત્રકારત્વ વિરુદ્ધની કાર્યવાહી છે. આમા પત્રકારત્વ સિવાયનું શું છે ? તેના વિશે વાત કરવામાં આવે તો આમા અમુક જગ્યાએ ડોટ્સ કનેક્ટ થાય છે. ન માત્ર ગુજરાત સમાચારની ઓફિસ પર જ નહીં પરંતુ બિલ્ડર, ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગને બેંક ખાતાઓ, ડિજિટલ ડેટા દસ્તાવેજો અને નાણાસબંધિત રેકોર્ડની વિગતો ભેગી કરી છે. આ કાર્યવાહીમાં મુબઈ આવકવેરા વિભાગે મોટાપાયે નાણાકીય વ્યવહારોના પુરાવા મળી આવ્યા છે.

ઈશુદાન ગઢવીના કારણે કરાઈ કાર્યવાહી ?

ભુતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે પણ મીડિયા સામે કાર્યવાહી કરવામા આવી છે. જેમાં ધ હિન્દુ અને ઈન્ડિયન એક્સપ્રેસ, સમભાવ, દિવ્યભાસ્કર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલની વાત કરવામા આવે તો હાલ કેમ કાર્યવાહી કરવામાં તેમાં ઈશુદાન ગઢવીનો એન્ગલ આપવામાં આવે છે ત્યારે GSTV મા ઈશુદાન ગઢવી જે કાર્યક્રમ કરી રહ્યા છે તેનાથી સરકારને કોઈ ફરક પડ્યો નથી. ટુંકમાં ઈશુદાન ગઢવીના કાર્યક્રમ કરીને સરકારનું કઈ ઉખાડી શક્યા નથી. પરંતુ અહીં તે વાત પણ મહત્વની છે કે, જ્યારે તમે સરકાર વિરુદ્ધ કંઈ બોલો છે તો તમારે પોતાનો કોઈ કોઈ કાંડ ન કર્યો હોવો જોઈએ.

પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી સોનું મળી આવ્યાની ઘટના સાથે કનેક્શન

આ દરોડા પાડવા પાછળનું એક કારણે તે પણ છે કે, તાજેતરમાં પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી 52 કિલો સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. ત્યારે ઈડીએ મહેન્દ્ર શાહ, મેઘ શાહ,અને તેમના સહયોગીઓના ત્યાં દરોડામાં મળેલા દસ્તાવેજોના આધારે આઈટીના અધિકારીઓએ મોટા પાયે દરોડા પાડ્યા હતા. એવું પણ સામે આવ્યું છે કે, ઈડીને તાજેતરમાં ઓપરેટર મહેન્દ્ર શાહ અને મેઘ શાહરના ત્યાં પાડેલા દરોડામાં શેરબ્રોકરો , ફાઈનાન્સરો સાથે કેટલાક વ્યવહારો મળી આવ્યા હતા. જેના કારણે મુંબઈ IT વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે.

મહેશ લાંગાનું કનેક્શન

આમા મહેશ લાંગાનું પણ કનેક્શન ગણાવામા આવે છે કેમકે, મહેશ લાંગાના ગુજરાત સમાચાર જુથમાં જે લોકો સાથે સબંધો હતા. તેના સીસીટીવી ક્રાઈમ બ્રાન્ચ પાસે હતા અને તેમાં તેઓ તપાસ કરવાના હતા. મહેશ લાંગા સામે પણ FIR થઈ હતી. જેમાં તપાસમાં 20 લાખ રોકડ, અનેક દસ્તાવેજ મળ્યાં હતા. પત્રકાર મહેશ લાંગાનું મની લોન્ડ્રિગ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે આ પત્રકારનું ગુજરાત સમાચારના મોટા પત્રકારો સાથે કનેકશન હોવાથી આ પણ એક કારણ હોઈ શકે છે.

જૈન સમાજના સાધુ સંતોનો મુદ્દો

એવી પણ એક વાત સામે આવી રહી છે કે, આ મુદ્દે જૈન સમાજના સાધુ સંતો મેદાને આવી રહ્યા છે. આમા માટે જવાબદાર તંત્રી છે.

ગુજરાત સમાચાર પર કેવી અસર પડશે ?

ભુતકાળમાં અનેક મીડિયા હાઉસ પર દરોડા પડ્યા છે. છતા તેમનું સ્ટાન્ડ ઢીલું નથી પડ્યું. સરકારને પણ ખબર છે કે,સરકાર પ્રત્યે એક પ્રકારની નારાજગી છે સરકાર કેમ વિવાદમા આવી રહી છે જો તમે પત્રકારત્વ કરો છો તમારે નાણાકીય રીતે ખુબ જ ક્લીન રહેવું પડશે. આ સરકારનું સ્પષ્ટ છે કે, તમે સરકારી જાહેરાત લ્યો છો તમારી તમારી રીતે પત્રકાર્તવ કરો પરંતુ વધારે નેગેટીવ લ્યો છો પછી પ્રોબલેમ થશે.

ગુજરાત સમાચાર પ્રશ્નો કરે છે પરંતુ તેમાં સરકાર વિરોધી કંઈ નથી જોવા મળી રહ્યું. ગુજરાત સમાચાર ન તો કોઈસ્ટીંગ ઓપરેશન કરે છે કે, જેના કારણે સરકારને કોઈ નુકસાન થાય. સરકાર નેગેટિવ પબ્લીસીટીમાં પણ માને છે. સરકારને એવું માને છે કે, જેટલી તમે ઈટો મારી સામે ફેકશો તેની અમે ઈમારત બનાવીશું.

હવે ગુજરાત સમાચાર શું કરી શકે છે ?

અત્યારે જે પણ નાણાકીય વ્યવહાર થતા હોય છે તેના પર સરકારની નજર રહેતી હોય છે. ગુજરાત સમાચારમાં રેડ પડ્યા પછી તેઓ ઈન્કમ ટેક્સ અપીલેક ટ્રીબ્યુલનમાં જઈને અપીલ કરી છે કે, આ બરાબર નથી. આમ રેડ પડ્યા પછી ITIT જઈ શકાય છે.

શું ગુજરાત સમાચારને અદાણી ખરીદશે ?

હેમાશું ભાયાણીએ જણાવ્યુ હતુ કે, પરિમલ નથવાણીએ 2022 ટ્વિટ કર્યું હતુ કે, ગુજરાત સમાચાર વેચાઈ રહ્યુંછે અને તેને અદાણી કે રિલાયન્સ ખરીદે છે. પરંતુ ત્યારે વાત રિલાયન્સની ન હતી તેના સામે વાળા ગ્રુપની હતી. હેમાશું ભાયાણીએ જણાવ્યુ હતુ કે, અત્યારે એવું કંઈ થઈ રહ્યું છે કે, તેમની માહિતી કોર્પોરેટર જુથ પાસે છે. હવે જે સમાચાર 2022 માં આવ્યા હતા કે, અદાણી જુથ અને ગુજરાત સમાચાર એકરાર કરશે તે સાચા થશે ?

હવે ગુજરાત સમાચારનું સ્ટેન્ડ શું હશે ? 

કંપનીએ પોતાના સર્વાઈવર માટે જે મેન્યુફેક્ચરિંગ કર્યુ હતુ કે તે અત્યારે કોર્પોરેટ વોર્ડનો મુદ્દો બન્યોછે. તેમાં જો ગુજરાત સમાચારનો સ્ટાન્ડ સરકારને તોડવો હશે તો ગુજરાત સમાચારને કોર્પોરેટર જુથ હસ્તગત કરશે. અને જોનહીં તોડવા દેવો હોય તો અને પત્રકારત્વને પત્રકારત્વની રીતે થવા દેવું હશે તો તેને જે રીતે કામ કરે છે તે રીતે કરવા દેશે.

આમ આ રેડ પાછળ ગુજરાત સમાચારનું સરકાર વિરોધી વલણ જવાબદાર નથી. આ રેડ પડવા પાછળના કારણો સમજવતા હેમાશું ભાયાણીએ શું કહ્યું જુઓ વીડિયો.

આ પણ વાંચોઃ

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય