UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

  • India
  • May 21, 2025
  • 8 Comments

UP, pregnant  wife murder: ઉત્તર પ્રેદશના ભાબસી રાયપુર ગામમાં પ્રેમ લગ્ન કરનારી અનિતા (22) ની હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગયો છે. પોતાના પતિ વિશાલ અને પરિવારજનોએ મૃતદેહને એક કોથળામાં ભરીને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે. મામા પક્ષે દહેજ-હત્યાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. મૃતક 5 મહિનાની ગર્ભવતી હતી. પ્રેમ લગ્ન પછી જ તે 18 મેના રોજ તેના સાસરીમાં ગઈ હતી.

મળતી જાણકારી અનુસાર સોમવારે(19 મે, 2025) સવારે લગભગ 8.30 વાગ્યે અનિતાએ ડાયલ-112 ફોન કરી જણાવ્યું હતુ કે તેના સાસરિયાઓ સાથે વિવાદ છે. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને સમજાવીને શાંત પાડ્યા હતા. જો કે બપોરે શંકાસ્પદ સંજોગોમાં મહિલાનું મતો થયું હતુ. આ મોતની જાણકારી પોલીસને ગૃપ્ત રીતે ગ્રામજનોએ કરી દીધી હતી.

જ્યારે પોલીસ ફરી આવી ઘરે તપાસ કરતાં તાળું મારેલું હતુ. સાસરિયા ફરાર થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ પોલીસને મોડી રાત્રે ગામની બહાર શેરડીના ખેતરમાંથી અનિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતુ કે અનિતા પાંચ મહિનાની ગર્ભવતી હતી.

અનિતાના પિતા રામપાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન પછીથી જ જમાઈ વિશાલ અને તેનો પરિવાર તેને દહેજ માટે ત્રાસ આપી રહ્યા હતા. અનિતા અને વિશાલ 18 મેના રોજ ઘરે આવ્યા હતા. વિશાલે કાર ખરીદવા માટે પૈસા માંગ્યા હતા. જો કે મહિલાના પિયર પક્ષએ પૈસા આપ્યા ન હતા. આ પછી વિશાલ અનિતાને તેના ઘરે લઈ ગયો હતો. જે બાદ વિશાલ અને તેના પરિવારના અન્ય સભ્યોએ અનિતાની હત્યા કરી હોવાના આક્ષેપ મૂક્યા છે.

લાશને પ્લાસ્ટિકની થેલીમાં ફેકી દેવાયો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અનિતાના મૃતદેહને તેના પતિએ તેના પરિવારના સભ્યોની મદદથી પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યો હતો. આ પછી તેણે પત્નીનો મૃતદેહ બાઇક લઈ જઈ ગામની બહાર શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો. હાલ તો પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘરને તાળું મારીને ભાગી ગયા છે.

મૃતક મહિલાના ગળા પર નિશાન મળી આવ્યા છે. પિયર પક્ષની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીના પરિવારની એક યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો

ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા

ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death

પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Related Posts

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?
  • August 8, 2026

Jharkhand Students Protest: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનું આંદોલન સતત વિસ્તરી રહ્યું છે. 29 જુલાઈથી રાંચીના જયપાલ સિંહ મુંડા…

Continue reading
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ
  • August 7, 2026

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની યુવા પેઢી એટલે કે Gen Z અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે માત્ર લોકો પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 2 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો