
Vadodara: ગુજરાત, જે ગાંધીની ભૂમિ તરીકે ઓળખાય છે અને જ્યાં દારૂબંધીનો કડક કાયદો લાગુ છે, ત્યાં ફરી એકવાર નશાના કારણે અકસ્માત સર્જાયો છે. પરતું આ અકસ્માત કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ વડોદરાના PSI એ સર્જયો છે. વડોદરામાં નશામાં ધૂત PSIએ 3 વાહનને અડફેટે લીધા હતા આ અકસ્માત બાદ સ્થાનિકોએ નશામાં ધૂત PSI પઢીયાર ને દબોચ્યો હતો ત્યારે નશામાં ધૂત PSI કઈ પણ બોલી શકે તેવા હોશમાં નહતો તેમજ તેની કારમાંથી દારુની બોટલો પણ મળી આવી હતી ત્યારે આ ઘટના સામે આવતા પોલીસ પર સવાલો થઈ રહ્યા છે. જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે એ જ કાયદાની ઠેકડી ઉડાવે?
નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફે
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે ગત રાત્રે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનારની કારમાં જોયું તો તેમાંથી ખાખી વર્ધીમાં PSI જોવા મળ્યાં હતા. જ્યારે સ્થાનિકોએ તેમને સવાલ કર્યા ત્યારે PSI કઈ પણ બોલી શકે તેવા હોશમાં નહતા. સ્થાનિકોએ નશામાં ધૂત PSI પઢીયાર ને દબોચ્યો અને તેની કારમાં તપાસ કરી ત્યારે કારમાંથી વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી હતી. તેમજ તેઓ અકસ્માત બાદ ત્યાંથી જવાનું કરતા હતા પરંતુ સ્થાનિકોએ તેમને જવા નહોતા દેતા ત્યારે PSI એ એક યુવક સાથે ઝપાઝપી કરી હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.
Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારુની બોટલો #gujarat #vadodara #psi #car #accident #vadodarapolice #gujaratpolice pic.twitter.com/ca7kUlUZqO
— The Gujarat Report (@TGujarat_Report) May 25, 2025
કોણ છે PSI પઢીયાર ?
આ PSI નું નામ વાય. એચ. પઢીયાર છે. અને તેઓ રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે તેઓરજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં 2 મહિલાઓ ઈજાગ્રસ્ત
જાણવા મળી રહ્યું છે કે, આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઇજા પહોંચી છે જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પઢીયારની કારમાંથી દારૂની બોટલ મળી આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
PSI સામે ગુનો નોંધાયો
જાણકારી મુજબ છાણી પોલીસે અકસ્માત, દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે અને તેમની સામે અગાળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી એક મજાક બની ગઈ !
આ ઘટનાએ ગુજરાતના દારૂબંધી કાયદા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, નશામાં ડ્રાઇવિંગના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દર્શાવે છે કે ગુજરાતની દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે. અહીં આરોપી એક પોલીસ અધિકારી છે, જેમની પાસેથી કાયદાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી અધિકારીઓ જ નશામાં ધૂત હોય તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનું શું થાય? જો પોલીસ જ દારૂ પીને ગાડી ચલાવે, તો સામાન્ય લોકો શું કરે? ગુજરાતમાં દારૂબંધી એક મજાક બની ગઈ છે.આ ઘટના ફક્ત એક અકસ્માત નથી, પરંતુ ગુજરાતની દારૂબંધીની નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો:
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA
બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?