Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

Dahod Mgnrega Scam:દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. તેમના બંન્ને પુત્રો હાલ રિમાન્ડ પર છે. ત્યારે આ કૌભાંડ જેવું દેખાય છે તેટલું સ્પષ્ટ નથી 2016 થી ચાલી આવતા કૌભાંડનું અત્યારે ખુલવું અને તેમાં પણ આ મુદ્દે ભાજપાનું મૌન અનેક સવાલો ઉભા કરે છે. તેમજ બીજી તરફ આ કૌભાંડમાં કોંગ્રેસ સામે પણ સવાલો થઈ રહ્યા છે. તેવામાં આ કૌભાંડને લઈને નવા ખુલાસાઓ થયા છે. આ કૌભાંડને અત્યાર સુધી છુપાવી રાખવામાં ભાજપ, કોંગ્રેસ અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનું સામે આવી છે.

મનરેગા કૌભાંડમાં નવો ખુલાસો

દાહોદના કર્મશીલ કેતન બાંભણીયાએ ભાજપા મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્રોની સંડોવણી ધરાવતાં મનરેગા કૌભાંડ અંગે ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેમજ ભાજપાના રાજમાં ભ્રષ્ટાચારને કેવી રીતે શિષ્ટાચાર બનાવી દેવાયો છે. મંત્રી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારાઓને ન્યાય અપાવવાના બદલે કલેક્ટર દ્વારા સમાધાન કરાવી દેવાતું હતું તે અંગે જણાવ્યું હતું.

કોંગ્રેસે સમાધાન કરીને કૌભાંડને દબાવ્યું

વર્ષોથી ચાલ્યા આવતા મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડમાં નવા ખુલાસાઓ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ કૌભાંડ મામલે અનેક ફરિયાદો કલેકટરને કરવામા આવી હતી પરંતુ કલેકટરો આ ફરિયાદમાં તપાસ કરવાને બદલે તેઓ તેમાં સમાધાન કરાવીને આ કૌભાંડને દબાવવાના પ્રયોસો કર્યા હતા. આ ફરિયાદો કરનારાઓમાં સામાજિક કાર્યકરો તેમજ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ પણ છે. જેમને આ મામલે મંત્રી બચુ ખાબડ સાથે સમાધાન કરી લીધું હતું. જો મનરેગાનું કૌભાંડ તે વખતે કોંગ્રેસે ના દબાવ્યું હોત તો આટલું મોટુ કૈભાંડ ન થયું હોત. વિરોધ પક્ષે પોતાનો રોલ ન નિભાવ્યો અને આ કૌભાંડને થવા દીધું.

મનરેગા કૌભાંડમાં નેહા કુમારીની ભુમિકા

હવે આ સમગ્ર કૌભાંડમાં કલેક્ટર નેહા કુમારીનું પણ નામ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીએ પણ મહત્વની ભુમિકા ભજવી છે. દાહોદમા નેહા કુમારી વખતે ભ્રષ્ટાચારોનો રાફડો ફાટ્યો હતો. તેમની પાસે જ્યારે કોઈ મંત્રી બચુ ખાબડના પુત્રોના કૌભાંડની ફરિયાદ જતી હતી ત્યારે તેઓએ તેનો ન્યાય કરવાને બદલે સમાધાન કરાવ્યું હોવાના આક્ષેપ પણ તેમની સામે લાગ્યા છે. ત્યારે ભાજપાના રાજમાં ભ્રષ્ટાચારને કેવી રીતે શિષ્ટાચાર બનાવી દેવાયો તે જુઓ વીડિયોમાં…

આ પણ વાંચો:

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
    • July 30, 2026

    Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 2 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 3 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 7 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 7 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ