ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Dismissed Police B.M. Chaudhary : સુરતમાં K વિઝનમાં ACP(અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) તરીકે નોકરી કરતાં બી.એમ.ચૌધરી (BMchaudhary) સામે અંતે ગુનો દાખલ કરી કર્યવાહી હાથ ધરાઈ છે. જો કે તેઓ હાલ જાણવા મળ્યું છે કે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમણે ખોટી રીતે પોલીસનું પદ મેળવી 32 વર્ષ સુધી સરકારી પગાર લીધો છે. તેમણે 1993માં પીએસઆઇ પોસ્ટીંગ મેળવવા સમયે OBC માં હોવા છતાં STનું જાતીય પ્રમાણપત્ર રજૂ કર્યું હતુ. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાંની સાથે જ ACP ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમની ઉમરા પોલીસે શોધખો ળ હાથ ધરી છે.

બી.એમ. ચૌધરીને રાજ્ય ગૃહ વિભાગના આદેશથી સેવામાંથી બરતરફ

બી.એમ. ચૌધરીને 20 મે, 2025ના રોજ રાજ્ય ગૃહ વિભાગના આદેશથી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે 1993માં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી વખતે ખોટું અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનો આરોપ સાબિત થયો હતો. ગૃહ વિભાગે સામાજિક ન્યાય વિભાગને તેમના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવા નિર્દેશ આપ્યા હતા. તપાસ દરમિયાન, ટીમે તેમના વતન કુકરમુંડા (તાપી જિલ્લો) ખાતે મુલાકાત લીધી, સંબંધીઓની માહિતી એકત્ર કરી અને સરકારી રેકોર્ડ તપાસ્યા, જેના આધારે તેમનું પ્રમાણપત્ર ખોટું હોવાનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું. આ તપાસ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી, અને તેમની નિવૃત્તિના થોડા અઠવાડિયા પહેલા (30 જૂન, 2025) આ નિર્ણય લેવાયો.

ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે.

વર્ષો સુધી ખોટી રીતે પગરા લીધો એનું શું?

ACP બી.એમ. ચૌધરીના કેસમાં, તેમની સેવામાંથી બરતરફી અને ખોટા જાતિ પ્રમાણપત્રના આરોપને કારણે સરકારી પગાર પાછો લેવાની શક્યતા છે. ગુજરાત સરકારના નિયમો અનુસાર, જો કોઈ સરકારી કર્મચારી ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવે છે અને તે સાબિત થાય છે, તો તેમની સેવાઓ રદ કરવામાં આવે છે અને સરકારને અધિકૃત રીતે તેમના પગાર, લાભો અને અન્ય સુવિધાઓ પાછી વસૂલવાનો અધિકાર છે.

ખોટી રીતે પોલીસ બનેલા શખ્સનો આ રીતે ફૂટ્યો ભાંડો!

આ મામલાની તપાસ 7 જાન્યુઆરી 2021થી થતી હતી. આદિજાતિ વિકાસ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગીએ ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા રજૂ કરી, અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલો નાયબ પોલીસ અધિક્ષક, વિજિલન્સ સેલ, ગાંધીનગરને તપાસ અર્થે સોંપાયો હતો. બાદમાં વિજિલન્સ સેલ, ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી જરૂરી દસ્તાવેજો અનેપુરાવા રજૂ કરવા જણાવાયું હતું.

વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત અને વિજિલન્સ સેલ, સુરત દ્વારા ફરીથી તપાસ હાથ ધરી અને અનેક વખત બાપુભાઈ ચૌધરીને લેખિતમાં પત્રો મોકલવામાં આવ્યા હતા. જો કે તેઓ કોઈ પુરાવા કે જવાબ આપી શક્યા ન હતા. જે બાદ તેમના પ્રમાણપત્રને ખોટું જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઈ.

આ પણ વાંચો:

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો