મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Colonel Sofiya Qureshi, Vijay Shah Case: કર્નલ સોનિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં  સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે બુધવારે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ(Vijay Shah)ને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં મંત્રી વિજય શાહ સંબંધિત કેસમાં ચાલી રહેલી સુનાવણી અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની વચગાળાની રાહત જાળવી રાખવાનો આદેશ આપ્યો. આનો અર્થ એ થયો કે મંત્રી વિજય શાહની ધરપકડ પરનો સ્ટે યથાવત રહેશે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે SIT ને તપાસ માટે સમય આપ્યો છે.

અગાઉ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની તપાસ કરી રહેલી SIT એ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પહેલો રિપોર્ટ દાખલ સ્ટેટસ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે SIT રિપોર્ટ સીલબંધ પરબિડીયુંમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મોબાઇલ ફોન સહિત અન્ય પુરાવા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. SITનું નેતૃત્વ સાગર ઝોનના IG પ્રમોદ વર્મા કરી રહ્યા છે, જ્યારે સ્પેશિયલ આર્મ્ડ ફોર્સના DIG કલ્યાણ ચક્રવર્તી અને ડિંડોરીના પોલીસ અધિક્ષક વાહિની સિંહ સભ્યો છે.

કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મંત્રી વિજય શાહની વાંધાજનક ટિપ્પણીની તપાસ માટે રચાયેલી SIT એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો. SIT એ તપાસ પૂર્ણ કરવા માટે વધુ સમય માંગ્યો. SIT દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે અને નિવેદનનો વીડિયો ભોપાલના FSLને મોકલવામાં આવ્યો હતો પરંતુ સંસાધનોના અભાવે પરત કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક પત્રકારનો મોબાઇલ ફોન પણ FSLમાં મોકલવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને SIT એ ઘટના સાથે સંબંધિત વીડિયો અને મીડિયા રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો છે. આ પછી સુપ્રીમ કોર્ટે સમય આપ્યો.

ઉલ્લેખનીય છે કે વિજય શાહે ભારતના લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ વિશે વાત કરતી વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મંત્રીના આ નિવેદન બાદ દેશવ્યાપી આક્રોશ ફેલાઈ ગયો હતો. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 152, 196(1)(b) અને 197 હેઠળ શાહ વિરુદ્ધ નોંધાયેલી FIRની તપાસ માટે મધ્યપ્રદેશ કેડરના ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓ, જેમાં એક મહિલા IPS અધિકારીનો સમાવેશ થાય છે, ની SIT ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 3 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 8 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 20 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees