Kirill Terashin: સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરને અખતરો ભારે પડ્યો, બાવડાં બનાવવા કર્યું એવું કે હોસ્પિટલ ભેગા થવું પડ્યું

  • World
  • June 11, 2025
  • 0 Comments

Kirill Terashin: હાલ લોકોમાં પોતાના લુકને આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવવાની સાથે અવનવા અખતરા કરતા હોય છે ત્યારે આવા અખતરા તેમના માટે ઘણી વખત ખતરનાક સાબિત થતા હોય છે. ત્યારે આવું જ કંઈક બન્યું છે. રશિયાનો કિરિલ તેરાશિન નામના 28 વર્ષીય સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે. તેને પોતાના બાવડાં બનાવવા માટે મસલ્સમાં તેલ ભર્યું હતું પરંતુ હવે પરિસ્થિતિ એવી બની છે કે, તેને હવે બાવડાં કપાવવાની સર્જરી કરાવવી પડશે.

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરને અખતરો ભારે પડ્યો

રશિયાનો 28 વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર કિરિલ તેરાશિન પોતાના જ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયો છે. બૉડી બિલ્ડિંગનો શોખિન એવો કિરિલ જિમમાં પરસેવો પાડવા કે પ્રોટીન ડાયટ લેવાને બદલે ઝડપી રસ્તો અપનાવી બેઠો. કોઈએ તેને બાવડાં ફુલાવવા માટે તેલ ઇન્જેક્ટ કરવાની સલાહ આપી, અને બસ, આ આઈડિયા તેના માટે મુસિબત બન્યો!

ફૂલેલાં બાવડાંનું પ્રદર્શન કરીને લાખો ફૉલોઅર્સ મેળવ્યા

શરૂઆતમાં કિરિલે 5થી 10 મિલીલીટર તેલ બાવડાંમાં નાખવાનું ચાલુ કર્યું. પરિણામ તો ચોંકાવનારું હતું! રાતોરાત તેના બાવડાં ફૂલેલા દેખાવા લાગ્યા, અને ઇન્સ્ટાગ્રામ પર તેની રીલ્સ વાયરલ થવા લાગી. આ કૃત્રિમ મસલ્સે તેને લાખો ફૉલોઅર્સ અપાવ્યા, પણ આ લત તેને લઈ ડૂબી. તે વધુ ને વધુ તેલ ભરતો ગયો, અને બાવડાં અસ્વાભાવિક રીતે ફૂલતા ગયા.

ડોક્ટરોની સલાહ ન માનવાનું આવ્યું પરિણામ

એટલું જ નહીં ડૉક્ટરોએ તેને આ ખતરનાક પ્રયોગ બંધ કરવાની ચેતવણી આપી, પણ કિરિલ ન માન્યો. આખરે, થોડા દિવસો પહેલાં તેના બાવડાં ફાટવા લાગ્યા, અને તેમાંથી તેલ બહાર નીકળવા માંડ્યું. દર્દથી તડપતો કિરિલ ઇમર્જન્સીમાં હૉસ્પિટલ પહોંચ્યો હતો અને પાંચ દિવસ પહેલાં તેણે સોશિયલ મીડિયા પર પોતાના પાટા બાંધેલા બાવડાંનો ફોટો શેર કર્યો, જેની પાછળ હૉસ્પિટલનું દૃશ્ય અને દવાઓનો ઢગલો જોવા મળે છે. હવે તેને બાવડાં દૂર કરવા માટે સર્જરી કરાવવી પડી રહી છે.

કિરિલે શું કહ્યું ?

કિરિલે પોતે લખ્યું, “શૉર્ટકટે મને આ દિવસ બતાવ્યો. હવે સર્જરી જ એકમાત્ર રસ્તો છે.” આ ઘટના એ બતાવે છે કે સોશિયલ મીડિયાની ચમક-દમક પાછળ શૉર્ટકટ અપનાવવાના અખતરા કેટલા ભયંકર હોઈ શકે છે.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

  • Related Posts

    AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!
    • October 28, 2025

    AI Minister Dialla:  દુનિયાભરમાં ભારે ચર્ચામાં આવેલા અલ્બાનિયાના AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપવાના છે તેવું ત્યાંના વડાપ્રધાને જાહેર કરતા એક રોબર્ટ ગર્ભવતી બને તેવું કોઈ દિવસ શક્ય ન…

    Continue reading
    Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ
    • October 28, 2025

    Russia  Plutonium Deal Cancellation: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી દઈ જગત જમાદારને મોટો ઝટકો આપ્યો છે પરિણામે હવે નવા પરમાણુ હથિયારોની હોડ વધવાની શકયતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 6 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 3 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • October 28, 2025
    • 13 views
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

    • October 28, 2025
    • 15 views

    • 19 views
    Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ