Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ, મેસના ત્રણ કર્મચારીઓ અને એક બાળક સહિત આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે હજુ તો કેટલાક મૃતદેહની ઓળખ પણ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી

જોકે, બાકીના 19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મૃતદેહોની ઓળખ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે દુર્ઘટના બાદ લાપતા થયેલા લોકોની વિગતો એકત્ર કરી રહી છે.

લાપતા કર્મચારીઓની શોધખોળ

આઈજીપી કંપાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર વિમાન ક્રેશ થયું હતું. તપાસ દરમિયાન 268 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ 19 મૃતદેહોની ઓળખ એક પડકાર બની રહી છે. મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. પોલીસને આશંકા છે કે આ મૃતદેહો લાપતા કર્મચારીઓના હોઈ શકે છે. આ માટે લાપતા વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેમ્પસમાં હાજર લોકોની આશંકા

પોલીસનું માનવું છે કે દુર્ઘટના સમયે કેમ્પસમાં અન્ય કેટલાક લોકો પણ હાજર હોઈ શકે છે, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની સચોટ ઓળખ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, અને તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.

મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોવાની શક્યતા

જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. આશંકા છે કે,   આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને  અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે  અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ?  જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?

આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કરુણ વાત તે છે કે, હજુ ઘણા પરિવારોને ખબર પણ નહીં હોય કે, તેમનું સ્વજન આ ઘટનામાં મૃત્યું પામ્યું છે. અને તેમના સ્વજનોની ડેડબોડી પણ તેઓ ઓળખી શકે તેમ નથી અને પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

 

  • Related Posts

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
    • August 6, 2025

    Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

    Continue reading
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
    • August 6, 2025

    Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    • August 6, 2025
    • 4 views
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 7 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 20 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 7 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 12 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    • August 6, 2025
    • 25 views
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?