ડોનાલ્ડ ટ્રમ્પની હોટેલ બહાર ઊભેલા સાયબર ટ્રકમાં વિસ્ફોટ; 1નું મોત, મસ્કે ગણાવ્યો આતંકી હુમલો

  • World
  • January 2, 2025
  • 0 Comments

અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. તો આ ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તપાસ અધિકારીઓ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો?

અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમ? ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.

લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.

મેકમહિલે જણાવ્યું હતું કે સાયબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઇબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટુરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા.

મસ્કનું કહેવું છે કે સાયબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે X પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે. આ સાયબર ટ્રક અને ન્યુ ઓર્લિયન્સમાં એફ-150 આત્મઘાતી બોમ્બર બંને ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા.

Related Posts

Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading
Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!
  • April 28, 2026

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 3 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

Kutch Police ISIS Arrest: કચ્છના ભુજમાં ISIS વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવનાર શખ્સની SOG અને પોલીસ દ્વારા ધરપકડ

  • May 2, 2026
  • 7 views
Kutch Police ISIS Arrest: કચ્છના ભુજમાં ISIS વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવનાર શખ્સની SOG અને પોલીસ દ્વારા ધરપકડ

MSU Modi Tattva RSS Sociology Course: MSUમાં ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવવાના નિર્ણયથી શિક્ષણ જગતમાં નવી ચર્ચા શરૂ

  • May 2, 2026
  • 10 views
MSU Modi Tattva RSS Sociology Course: MSUમાં ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવવાના નિર્ણયથી શિક્ષણ જગતમાં નવી ચર્ચા શરૂ

Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

  • May 2, 2026
  • 10 views
Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Jagdish Vishwakarma Controversy: ગેનીબેન અંગે જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ સાથે સંતો પણ વિરોધમાં ઉતર્યા

  • May 2, 2026
  • 15 views
Jagdish Vishwakarma Controversy: ગેનીબેન અંગે જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ સાથે સંતો પણ વિરોધમાં ઉતર્યા

Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

  • May 1, 2026
  • 11 views
Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર