
Visavadar: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.ત્યારે અત્યારે સૌથી વધુ વિસાવદરમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આપ પાર્ટી દ્વારા એક બાદ એક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોલીસ પણ ભાજપ સાથે મળીને કામ કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ
આપનેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. ભાજપના બોગસ મતદાન કરવા આવેલા લોકો સામે આપના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
બુથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન
મળતી માહિતી મુજબ વિસાવદરના થુંબાળા ગામે 15 થી 20 બહારની ગાડીઓએ આવીને બોગસ કરવા પ્રયત્ન કર્યો અને બુથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન કર્યો હોવાનો આપ નેતાઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે આપનેતા પ્રવીણ રામ,રાજુભાઈ બોરખતરિયા, પિયુષ પરમાર અને કરણ બારોટે થુંબાળા ગામે જઈને પોલીસ સાથે બોલાચાલી કરી હતી.
આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ#visavadar #vidhansabha #election #aap #bjp #Pravinram #ByElection #GujaratByPolls #GujaratPolitics #Election2025 #thegujaratreport pic.twitter.com/Uj7aqagu9N
— The Gujarat Report (@TGujarat_Report) June 19, 2025
પ્રવીણ રામે કર્યા આક્ષેપ
પ્રવીણ રામે કહ્યુ કે, આપના કાર્યકરોને ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસ એમની અટક કરતી કેમ નથી ? તેવા સવાલ પણ પ્રવિણ રામે કર્યા હતા. વિસાવદર પેટા ચૂંટણીમાં આપનેતા પ્રવીણ રામે પોલીસ તેમજ ભાજપના તાલુકા પંચાયતના સભ્યને આડેહાથ લીધા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે,ભાજપના લોકો સ્કૂલની અંદર ભાજપની કાપલીઓ આપી ભાજપને મત આપવા માટે પ્રેરિત કરતા હતા. આ ઘટના બાબતે બુથ એજન્ટએ લેખિતમાં ફરિયાદ કરી છે.
વિસાવદર અને કડી 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ?
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું તેના આંકડા સામે આવ્યા છે. જે મુજબ વિસાવદરમાં 47.67% મતદાન અને કડીમાં 46.33% મતદાન થયું છે.
આ પણ વાંચો:
Gandhinagar: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી
Gujarat By Elections 2025: કડી- વિસાવદર મતદાન મથકો પર કેમ થયો હંગામો? જાણો સમગ્ર મામલો
Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં ફરી ગોઝારો અકસ્માત, 8 લોકોના કમકમાટી ભર્યા મોત
Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી
Gujarat Weather Update: ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો