SURAT: વીર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ માણી દારૂ પાર્ટી, વિડિયો વાઈરલ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલમાં 6થી વધુ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂ પાર્ટી કરી હતી. જેમાં મનોજ તિવારી, ઈન્દ્રજીત, નિરજ રાઠી, અભિન્ન કોમદ અને અન્ય બે યુવકો સામેલ હતા. આ યુનિવર્સિટી કેમ્પસમાંથી બે અઠવાડિયા પહેલા જ દારૂની ખાલી બોટલો મળવાની ઘટના ઘટી હતી. ત્યારે દારુ પાર્ટીની બીજી ઘટના બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

દારૂ પાર્ટી કરનાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ FIR

યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યાં હતા. તે દરમિયાન પોલીસે રેડ કરી વિદ્યાર્થીઓને ઝડપી પાડયા હતા. ત્યારબાદ રજિસ્ટાર આર. સી. ગઢવીને સાથે રાખીને હોસ્ટેલના તમામ રૂમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો. આર.સી. ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે મોડી રાત્રે વેસુ પોલીસ દ્વારા દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ

દારૂની પાર્ટી પર કુલપતિ અને રજિસ્ટ્રારે રેડ કરી ભારે સુરક્ષાની વાત કરનાર યુનિવર્સિટીના દાવાઓ આ ઘટનાથી પોકળ સાબિત થયા છે. કુલપતિએ પોતાનો બચાવ કરતાં હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી દીધા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના હોસ્ટેલમાં એડમિશન હતા તેવા વિદ્યાર્થીઓની ડિપોઝિટ પણ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર તમને વાંચવા ગમશેઃ CCTVમાં ઘટના કેદ: શોરુમમાં શખ્સોએ બિન્દાસ કરી લૂંટ, અહીં બની ઘટના?

આ પણ વિડિયો જુઓ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 3 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 4 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 6 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ