ભોપાલ ગેસ દુર્ઘટના: 40 વર્ષ પછી પણ જઇ રહ્યા છે જીવ!! કેમ 2 લોકોએ કર્યો આત્મદાહ?

  • India
  • January 3, 2025
  • 0 Comments

ભોપાલ ગેસ દુર્ઘટનાને 40 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં. હવે એક વખત ફરીથી ભોપાલ ગેસકાંડ પછી બચેલા ઝેરી કચરાને લઈને વિરોધ ઉભો થયો છે. 40 વર્ષથી ભોપાલમાં પડેલા કેમિકલવાળા કચરાને સરકાર દ્વારા ત્યાંથી ખસેડીને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં લઈ જેવામાં આવ્યો છે.

આ કચરાને પીથમપુરમાં લાવતાની સાથે જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. આ વિરોધ દરમિયાન બે લોકોએ પોતાની જાતને આગ લગાવી દેતા તેમણે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જેવા પડ્યા છે. શુક્રવાર સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે. આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. નાની-નાની દુકાનોથી માંડી મોટા વેપાર-ધંધાઓ બંધ પાળી રહ્યા છે.

 રસ્તાઓ પર ચક્કાજામ

અમુક સમર્થકોએ ધનગઢ, બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચી રસ્તાઓ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ત્યાં ઉપસ્થિત પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. પોલીસે અમુક સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો. તદુપરાંત આ વિરોધ પ્રદર્શનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સૈલાનાના ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ ઘરણાં કરી રહ્યા છે. જાહેર પરિવહન તેમજ ઔદ્યૌગિક ક્ષેત્રોમાં કારખાનાઓ ચાલુ છે. વિસ્તારમાં પોલીસ દળ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત છે.

ધારમાં લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછ્યું છે કે, શું મધ્યપ્રદેશમાં લોકતંત્ર છે? પીથમપુરમાં યુનિયન કાર્બાઈડના ઝેરી કચરાની ઠાલવણી અને સળગાવવાનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. એમપીપીએસસી વિરૂદ્ધ આંદોલન કરતાં યુવાનોને જેલભેગા કર્યા છે.

  • Related Posts

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
    • June 18, 2026

    Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 3 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 4 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    • June 18, 2026
    • 7 views
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    • June 18, 2026
    • 8 views
    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    • June 18, 2026
    • 8 views
    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

    • June 18, 2026
    • 10 views
    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!