
AAP Gujarat: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. ગતરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જાહેરાત પણ કરી અને હવે આગામી સમયમાં વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ સાથે ગતરોજ પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાના ગામના અને એમના કુટુંબના વ્યક્તિઓ માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું AAPમાં સ્વાગત કર્યું હતું.
AAP નું સદસ્યતા અભિયાન સફળ થવા તરફ
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 2027 માં ગુજરાત જીતવા માટે એક મેગા પ્લાન બનાવ્યો છે. આ દરમિયાન, બુધવારે, તેમણે અમદાવાદથી ગુજરાત જોડો સભ્યપદ અભિયાનની શરૂઆત કરી, તેમણે ગુજરાતના યુવાનોને 9512040404 પર મિસ્ડ કોલ આપીને “AAP” માં જોડાવા અને પ્રામાણિકતા, વિકાસ અને પરિવર્તનની આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બનવા અને ગુજરાતની બાગડોર સંભાળવા અપીલ કરી હતી.
➡️ ભાજપ સરકારના પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાના ગામ ખોડાઆંબા તેમજ તેમના કુટુંબના વ્યક્તિઓ, માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહિત આગેવાનો શ્રી@ArvindKejriwal ની ઉપસ્થિતમાં AAP માં જોડાયા.
♦️શ્રી@isudan_gadhvi અને શ્રી @Chaitar_Vasava એ સૌ આગેવાનોને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું. pic.twitter.com/a44reTuhgA
— AAP Gujarat (@AAPGujarat) July 3, 2025
ગુજરાતમાં આવેલા કેજરીવાલનો હુંકાર
વિસાવદર બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ જાગ્યો છે. તેમજ લોકોને પણ ક્યાંકને ક્યાંક આપ પાર્ટીને પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. આ મામલે ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતુ કે, વિસાવદરનો વિજય ફક્ત એક બેઠકનો નથી, પરંતુ પ્રામાણિકતાનો વિજય છે. હવે આ પરિવર્તન આખા ગુજરાતમાં ગુંજશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે, ફક્ત આમ આદમી પાર્ટી દેશ અને ગુજરાતની જનતાની સેવા કરે છે. 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિકલ્પ ન હોવાને કારણે, ભાજપ ઘમંડી બની ગયો હતો કે લોકો ક્યાં જશે, તેઓ ફક્ત તેમને જ મત આપશે, પરંતુ હવે “આપ” ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ બની ગઈ છે. “આપ” 2027 માં સરકાર બનાવશે. લોકોનું શાસન આવશે અને ભ્રષ્ટાચારીઓનું શાસન જશે.