IND vs ENG: ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાનું પેન્ટ ઉતરી ગયું, વીડિયો થયો વાયરલ

  • Sports
  • July 4, 2025
  • 0 Comments

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા હતા. આ પહેલા ભારતીય ટીમનો પહેલો ઇનિંગ 587 રન સુધી સીમિત રહ્યો હતો. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ 89 રન બનાવ્યા હતા. રમતના બીજા દિવસે ઇંગ્લેન્ડ ટીમની બેટિંગ દરમિયાન, રવિન્દ્ર જાડેજા સાથે ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજા સાથે એવી ઘટના બની જેને જોઈને આખું સ્ટેડિયમ હસતું જોવા મળ્યું.

રવિન્દ્ર જાડેજાનું પેન્ટ ઉતરી ગયું

જ્યારે ટીમ ઈન્ડિયા પહેલી ઇનિંગમાં બેટિંગ કર્યા પછી ફિલ્ડિંગ કરવા ઉતરી, ત્યારે ઇનિંગની બીજી ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાનું પેન્ટ નીચે સરકી ગયું. જેક ક્રોલી સિરાજના બોલનો બચાવ કરી રહ્યા હતા. બોલ બેટની ધાર લઈને ગલી તરફ ગયો, જ્યારે જાડેજાએ ડાઇવ કરીને બોલ રોક્યો, પરંતુ આ દરમિયાન તેનું પેન્ટ પણ નીચે સરકી ગયું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર  ઝડપથી ફેલાઈ ગયો છે અને ચાહકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જાડેજા પણ ઘટના પર હસતો જોવા મળ્યો

જ્યારે બધા રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગના વખાણ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના સાથી ખેલાડીઓ અને ચાહકોના ચહેરા પરનું હાસ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જ્યારે તેનું પેન્ટ નીચે આવ્યું. જાડેજા પણ તેની સાથે બનેલી આ ઘટના પર હસતો હતો.

જાડેજાએ શાનદાર ઇનિંગ રમી

જાડેજાએ બેટિંગમાં મહત્વપૂર્ણ સમયે 89 રનની ઇનિંગ રમી હતી.બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ જોવા મળી, જેમાં તેણે137 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 89 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૫ વિકેટના નુકસાને 211 રન હતો. ત્યારબાદ તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી અને ટીમ ઇન્ડિયાનો સ્કોર 587 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ પણ વાંચો:
 
  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 4 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 9 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 11 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત