VADODRA: બે ભાજપ નેતાઓ પોતાના કાર્યલયમાં જ ઝઘડ્યા, જુઓ શું છે સમગ્ર મામલો!

વડોદરામાં ભાજપ પાર્ટીની શિસ્તા નેવે મૂકાઈ છે. કાર્યલયમાં ઝઘડો થતાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાના શરુઆત થઈ છે. આ દરમિયાન વડોદરા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે બબાલ થતા કાર્યાલયમાં ઉહાપોહ મચી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર  હર્ષિત તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાનો આક્ષેપ કર્યો હતો.

વડોદરા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે આ માથાકૂટ થઈ છે. વડોદરા શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. આ વાતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ તેમ કહ્યું છે.જ્યારે પૂર્વ કોર્પોરેટર હર્ષિત  તલાટીએ કહ્યું હતું કે મને નબળો પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.

હર્ષિત તલાટીએ જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવું કહ્યું હોવાના સુનિતા શુક્લએ આક્ષેપ કર્યા હતા. તેનો જવાબ આપતાં સુનીતા શુક્લ  બાખડ્યા  પડ્યા હતા. સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને કહ્યું કે અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે. જે બાદ ઉગ્ર બોલાચાલી થતાં અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

જો કે હર્ષિત તલાટીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.  હર્ષિત તલાટીએ કહ્યું, સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું આ ષડયંત્ર છે. હું પ્રમુખ પદનો છું પ્રબળ દાવેદાર એટલે દાગ લગાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

એક તરફ, વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખની વરણીની પ્રક્રિયા તેજ બની છે. ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે. આ વચ્ચે બબાલ થતાં રાજકીય કરમાવો આવી ગયો છે.

આ સમાચાર પણ વાંચોઃ દ્વારકા નજીક ખાનગી બસ પલ્ટીઃ 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 8 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 6 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ