Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Gambhira Bridge collapse:  માર્ગ અને મકાન બાંધકામ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથમાં હોવા છતાં આજે ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાજપ સરકારની ગંભીર બેદરકારીને કારણે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ આજે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 9 લોકોના મોત થયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 7 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી. ઘણા કલાકો વીતવા છતાં કેટલાક લોકો હજુ ગુમ હોવાની માહિતી છે, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

ત્યારે બેદરકાર ભાજપ સરકારના નેતાઓએ સંવેદના વ્યક્ત કરવામાં પણ મોટી બેદરકારી દાખવી છે. સંદવેનશીલ ગણાતી ગુજરાતની ભાજપ સરકારના નેતાઓએ કોપી પેસ્ટ કરી સંવેદના વ્યક્ત કરી છે.

આ દુર્ઘટના અંગે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સંવેદના વ્યક્ત કરી, પરંતુ તેમના સંદેશાઓની એકસમાન ભાષાએ લોકોમાં નારાજગી ફેલાવી છે. ભાજપના અનેક નેતાઓ, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને અન્ય નેતાઓએ કોપી પેસ્ટ કરીને સંવેદના વ્યક્ત કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. નિષ્ઠુર ભાજપના નેતાઓ કોપી પેસ્ટ પણ ઉપરના આદેશથી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

તે મેસેજમાં લખ્યું છે કે “આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.”

આ એકસમાન શબ્દોની પોસ્ટ્સથી એવું લાગે છે કે નેતાઓએ ઉપરથી મળેલા સંદેશને કોપી-પેસ્ટ કરી દીધા, જેના કારણે તેમની સંવેદનશીલતા પર સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે ભાજપ નેતાના મોટા નેતાઓ જ જો સંવેદના વ્યક્ત કરવામાં પણ આળસ અને નિષ્ઠુરતા દેખાય છે, તો વિકાસ શું કરશે?

આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ?

ભાજપ નેતાએ કોપી પેસ્ટવાળી સંવેદના વ્યક્ત કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મિડિયા પર લખ્યું છે કે આ ઘેટાંઓનું ટોળું નથી તો શું છે ? ઉપરથી જે આવ્યું તે વાંચવાનું પણ નહીં, બેઠે બેઠું છાપી દેવાનું. આવા નેતૃત્વ  પાસે શું અપેક્ષા રાખવાની?

 

સ્થાનિકો અને વિપક્ષનો આક્રોશ

સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે ગંભીરા બ્રિજની જર્જરિત હાલત અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ભાજપ સરકારે તેની અવગણના કરી. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ ઘટનાને “સરકારી તંત્રની ગંભીર બેદરકારી” ગણાવી, જ્યારે ઈસુદાન ગઢવીએ આને “માનવસર્જિત દુર્ઘટના” ગણાવી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

જર્જરિત બ્રિજ, અવગણના અને દુર્ઘટના

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને તેની જર્જરિત હાલત વિશે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાત માર્ગ અને મકાન વિભાગે આ બ્રિજનું આયુષ્ય 25 વર્ષ નક્કી કર્યું હતું, પરંતુ 45 વર્ષ વીત્યા બાદ પણ તેનું નવીનીકરણ કે જાળવણી ન કરાતાં આજે આ દુ:ખદ ઘટના બની. આજે સવારે 10:30 વાગ્યે બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો, જેના કારણે સાત વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક લટકતી હાલતમાં અટવાઈ ગયું. આ ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સાત કલાક વીતવા છતાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે, જે આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

ભાજપની કોપી-પેસ્ટ સંવેદના: નિષ્ઠુરતાનો પરચો

આ દુર્ઘટના અંગે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી, પરંતુ તેમના સંદેશાઓની એકસમાન ભાષાએ લોકોના ગુસ્સાને ભડકાવ્યો. ભાજપના દિગ્ગજ નેતાઓ, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને અન્ય ઘણા નેતાઓએ એક જેવા શબ્દોમાં પોસ્ટ શેર કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટના એક ભાજપ સરકારની ઉદાસીનતા અને નિષ્ફળ વહીવટનું પરિણામ છે. નેતાઓની કોપી-પેસ્ટ સંવેદનાએ લોકોના દુ:ખમાં મીઠું છાંટ્યું છે, જ્યારે જર્જરિત બ્રિજની અવગણનાએ સરકારની જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતમાં દુર્ઘટનાઓનો ઈતિહાસ

ગંભીરા બ્રિજ દુર્ઘટના ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતાનું એકમાત્ર ઉદાહરણ નથી. સુરતનો તક્ષશિલા આગકાંડ (2019), ભરૂચ હોસ્પિટલ આગકાંડ (2021), અને અમદાવાદની કાંકરિયા રાઈડ દુર્ઘટના (2019) જેવી ઘટનાઓએ પણ સરકારની બેદરકારી અને નિયમોના અમલના અભાવને ઉજાગર કર્યા હતા. દરેક ઘટના બાદ “કડક કાર્યવાહી”ના વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પગલાંનો અભાવ લોકોનો ગુસ્સો વધારે છે.

માર્ગ અને મકાન બાંધકામ વિભાગમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે

માર્ગ અને મકાન બાંધકામ વિભાગ હાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક છે. તેમની સીધી જવાબદારી છે કે ગંભીરા પુલની સાથે 281 પુલ જોખમી છે. માર્ગ અને મકાન વિભાગ ભૂપેન્દ્ર પટેલના હાથમાં હોવા છતાં આ મોટી દર્ઘના સર્જાઈ છે. જે એક મુખ્યમંત્રીની પણ ગંભીર બેદરકારી ઉભી થઈ છે.

આ પણ વાંચોઃ

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Language Controversy:  મુંબઈ કે દિલ્હીમાં ભોજપુરી જ બોલી છું, નિરહુઆએ ગીત ગાઈને ઠાકરે ભાઈને જવાબ આપ્યો!

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

 

 

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 10 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 10 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 26 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 18 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh