
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા CISFના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવે માહિતી મળી રહી છે કે જવાનને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું છે. CISF સેલના જવાને કિશન સિંગે ગોળી મારી જીવનનો અંત લાવી દીધો છે.
જવાન કિશન સિંગે પોતે ગોળી મારી લીધી હોવાનું જાણવા મળતાં જ અન્ય સ્ટાફના માણસોએ તેને તાત્કાલીક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ત્યા સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યો છે.
કિશન સિંગે એરપોર્ટના બાથરુમમાં જઈ પોતાના પેટના ભાગે જ ગોળી મારી દીધી હતી. જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેની જાણ અન્ય કર્મચારીઓને થતાં તોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટર સારવાર કરે તે પહેલા જ મોત થઈ ગયું છે. હાલ એરપોર્ટ પર ચકચાર મચી ગઈ છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત કરવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ અમે એક્સિડેન્ટલ ડેથની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહ્યા છે. આ આપઘાત છે કે દુર્ઘટના તેની તપાસ કરવામાં આવશે.
આ સમાચર પણ વાંચોઃ AMRELI: લેટર કાંડ મામલે રાજ શેખાવતે શું કહ્યું, જુઓ









