
Gandhinagar:ગાંધીનગરમાં રવિવારે એક દુ:ખદ ઘટના બની હતા. જેમાં છ વર્ષની પુત્રીની નજર સામે એક પિતા ડૂબી ગયા હતા. આ પિતા દીકરીના વ્રતના જવારા પધરાવવા કેનાલમાં ગય હતા જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ડુબ્યા હતા પરંતુ માસૂમ બાળકી તેના ડૂબતા પિતાને બચાવી શકી નહીં.ત્યારે નહેરના કિનારે પુત્રીને રડતી જોઈને રાહદારીઓએ પુત્રીને મદદ કરી. આ ઘટના અડાલજ બ્રિજ પાસે બની હતી.
ઝવેરા પધરાવા ગયેલા ડોક્ટર કેનાલમાં ડૂબ્યાં
ગાંધીનગગરમાં અડાલજમાં પીડિયાટ્રિક ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટ ગોરી વ્રત માટે પુત્રી દ્વારા રાખેલા જુવારા પાણીમાં તરવા મુકવા ગયા હતા. આ દરમિયાન તેઓ લપસીને નહેરમાં પડી ગયા. આ બાળકીના પિતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરતા હતા. છોકરીની માતા પણ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે.
પગ લપસી જવાને કારણે થયો હતો અકસ્માત
મળતી માહિતી મુજબ, 39 વર્ષીય ડૉ. નીરવ બ્રહ્મભટ્ટ છોકરીઓ દ્વારા જયા-પાર્વતી અને ગૌરી વ્રત પૂર્ણ થયા પછી નર્મદા નહેરમાં જુવારા પધરાવવા ગયા હતા . તેમણે પોતાનું સ્કૂટર રસ્તા પર પાર્ક કર્યા પછી પોતાની પુત્રીને કિનારે ઉભી રાખી. ડોક્ટર અડાલજ નજીક નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા જ્યાં તેમનો પગ લપસી ગયો અને તેઓ કેનાલમાં ડૂબી ગયાવ અને ડૂબવાથી ડોક્ટરનું મૃત્યુ થયું. આ ઘટના પછી લોકો છોકરીને રડતી જોઈ દોડી આવ્યા અને પૂછપરછ કરી, પછી ઘટનાનો ખુલાસો થયો.
Gandhinagar:’મારા પપ્પા, ઝવેરા પધારવા ગ્યા’તા ને અંદર જતા રહ્યા’ નજર સામે પિતાનું મોત જોનાર દીકરીનું આક્રંદ #Gujarat #Gandhinagar #Adalaj #Narmada #Canal #Doctor #Child #thegujaratreport pic.twitter.com/AZ1q9YPVlM
— The Gujarat Report (@TGujarat_Report) July 14, 2025
માસૂમ છોકરીએ તેના પિતા ગુમાવ્યા
જ્યારે એક ઓટો ડ્રાઈવરે માસૂમ છોકરીને રડતી જોઈ, ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું. આ દીકરીએ સમગ્ર ઘટના શેર કરી હતી. પછી, રડતી છોકરીએ તેને ઘરે મૂકવા વિનંતી કરી. ત્યારે ઓટો ડ્રાઈવરે તેને એમ કહીને સાંત્વના આપી કે તેના પિતા ઘરે પાછા આવશે. બ્રહ્મભટ્ટ પરિવાર ગાંધીનગરના વાવોલમાં અનસ્યા ગ્રીન્સ સોસાયટીમાં રહે છે. ઘટનાની માહિતી મળતાં જ ડૉ. કોષા પોતાની કારમાં CHC પહોંચી, જ્યાં તેમને તેમના પતિના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. ત્યારે બાળરોગ નિષ્ણાત ડૉ. નીરવના અકાળ મૃત્યુને કારણે ગાંધીનગરના તબીબી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે . નીરવ બ્રહ્મભટ્ટના મૃત્યુથી દરેક વ્યક્તિ દુઃખી છે. બીજી તરફ, દીકરી વારંવાર તેના પિતાને યાદ કરી રહી છે.








