Sadhvi Prem Baisa Viral Video: સાધ્વી પ્રેમ બાઈસાના વાયરલ ‘અશ્લીલ’ વીડિયોની શું છે હકીહત ? જાણો

  • India
  • July 15, 2025
  • 0 Comments

Sadhvi Prem Baisa Viral Video: પશ્ચિમ રાજસ્થાનમાં, ભાગવત કથા વાચક સાધ્વી પ્રેમ બાઈ અને પ્રેમ બૈસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બંન્ને અકબીજાને ગળે લાગવતા જોવા મળે છે તેમનો આ વીડિયો વાયરલ થતા લોકો તેની ટીકા કરી રહ્યા છે.

આ વીડિયોમાં શું છે?

પ્રાથમિક દાવા મુજબ, આ વીડિયો 2021નો છે, પ્રેમ બાઈ પલંગ પર સૂઈ રહ્યા છે અને નજીકમાં એક મહિલા ચાલી રહી છે.પછી ભગવા વસ્ત્રોમાં એક પુરુષ આવે છે, પ્રેમ બાઈના ચહેરા પર હાથ મૂકે છે અને આ પછી પ્રેમ બાઈ પ્રેમ બૈસા આ વ્યક્તિને ગળે લગાવે છે.

પ્રેમ બાઈ અને વિરમનાથ કોણ છે?

પ્રેમ બાઈ એક કથા વાચક છે અને તેના પિતા વિરમનાથ તેની સાથે છે. પ્રેમ બાઈની માતા અમરુ બાઈનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેઓ મૂળ બાડમેરના જાટ જાતિ (સાઈ) ના પારેઉ ગામના રહેવાસી છે, અહીં તેમનું નિવાસસ્થાન આશ્રમના રૂપમાં છે.વિડિઓમાં દેખાતો વ્યક્તિ, જેની સાથે પ્રેમ બાઈ ગળે લગાવતા જોવા મળે છે, તે પ્રેમ બાઈના પિતા વિરમનાથ છે.

આ આખા પરિવારે લગભગ 20 વર્ષ પહેલાં પોતાનું ઘર અને પરિવાર છોડીને સન્યાસ લીધો હતો. ત્યારબાદ, પરિવાર જસ્તી ગામમાં રહેવા લાગ્યો. પ્રેમ બાઈની માતા અમરુ બાઈનું અહીં અવસાન થયું અને હવે તેમની સમાધિ બાકી છે.

પ્રેમ બૈસા વાયરલ વીડિયો ફેક્ટ ચેક

લોકો દાવો કરી રહ્યા છે કે વીડિયોમાં પ્રેમ બાઈ સાથે કોઈ બીજું છે – જ્યારે આ સાચું નથી. વીડિયોમાં પ્રેમ બાઈના પિતા વીરમનાથ તેમની સાથે છે.

વાયરલ વીડિયો પર પ્રેમ બાઈએ શું કહ્યું

વાઈરલ વીડિયો પર પ્રેમ બાઈએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને અમે વીડિયો અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અને વીડિયો બનાવનાર વ્યક્તિએ અમારી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી.

સાધ્વી પ્રેમ બૈસાએ તાજેતરમાં વીરમપુરી મહારાજ સાથેના વાયરલ થયેલા વીડિયો પર સ્પષ્ટતા કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા તેમણે કહ્યું હતું કે, “જેણે પણ મારો વીડિયો એડિટ કરીને વાયરલ કર્યો છે તેને ભગવાન ક્યારેય માફ નહીં કરે.” તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયો થોડા વર્ષો પહેલા શૂટ કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તે વ્યક્તિએ વીડિયો એડિટ કરીને તેમને બ્લેકમેલ કર્યા હતા અને તેમની પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જોકે, તેમણે જોધપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાધ્વીએ એમ પણ કહ્યું હતું કે વીરમપુરી મહારાજ સાથેની તેમની “અશ્લીલ ક્લિપ” જાણી જોઈને તેમને બ્લેકમેલ કરવાના ઈરાદાથી એડિટ કરવામાં આવી હતી. સાધ્વી પ્રેમ બૈસાએ વધુમાં કહ્યું હતું કે જોધપુર પોલીસે વીડિયો એડિટ કરીને તેમને બ્લેકમેલ કરનારા આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે,  ડિજિટલી એડિટ કરેલા વીડિયો કે ફોટા શેર કરવાથી લોકોને ગેરમાર્ગે દોરવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે, પરંતુ કાનૂની પરિણામો પણ આવી શકે છે.

આ પણ વાંચો:  
 
  • Related Posts

    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી
    • May 25, 2026

    Telangana Heatwave Deaths: સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતની સાથે હવે દક્ષિણ ભારતમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. તેલંગાણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમી અને તીવ્ર…

    Continue reading
    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન
    • May 25, 2026

    Udhayanidhi Stalin: તમિલનાડુના રાજકારણમાં વર્ષો જૂના પક્ષીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે અને સાથી પક્ષો વચ્ચે ભયાનક વૈચારિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના વરિષ્ઠ નેતા,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    • May 25, 2026
    • 4 views
    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    • May 25, 2026
    • 5 views
    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    • May 25, 2026
    • 6 views
    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    • May 25, 2026
    • 6 views
    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    • May 25, 2026
    • 6 views
    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

    • May 25, 2026
    • 11 views
    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ