Non-vegetarian milk: માંસાહારી દૂધ! આવું ક્યાંય સાંભળ્યું છે? અમેરિકામાં મળે છે આવું દૂધ

 Non-vegetarian milk: આપણે ત્યાં ગાયને માતા અને ગાયના દૂધને પવિત્ર માનવામાં આવે છે. ભગવાનને દૂધથી અભિષેક કરવામાં આવે છે. રાજારજવાડાંના સમયમાં પણ રાજાઓનો દૂધથી અભિષેક કરાતો હતો. ટૂંકમાં, ભારતમાં દૂધ પવિત્ર મનાય છે અને ગાય-ભેંસ, બકરી જેવાં પ્રાણીઓ શાકાહારી હોવાથી તેમનું દૂધ પણ શાકાહારી કહેવાય છે. હવે જો કોઈ તમને એમ કહે કે દૂધ માંસાહારી પણ હોય છે, તો! હા, હોય છે. અમેરિકામાં હોય છે. માંસાહારી દૂધ (નોન વેજ મિલ્ક)ના વેપાર મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે અડચણ પણ આવી રહી છે.

નોન વેજ દૂધ એટલે શું?

આપણા ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગાય અને ભેંસના દૂધનો વપરાશ થાય છે. આ બંને પ્રાણી શાકાહારી છે. કારણ કે એ ઘાંસ, અનાજ અને ચારો ખાઈને દૂધ આપે છે. ભારતીય પરંપરામાં દૂધનું સ્થાન મહત્ત્વનું છે. પૂજા અને અન્ય પવિત્ર કાર્યોમાં દૂધનો ઉપયોગ અનિવાર્ય હોય છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો દૂધ પીતા હોય છે. પણ અમેરિકામાં ગાય અને દૂધ માટે આવી માન્યતા નથી. ત્યાં ગાય વધુ દૂધ આપે એ માટે ગાયને માંસ ઉદ્યોગમાંથી નીકળતો કચરો ખવડાવાય છે. આવો ખોરાક ખાનારી ગાયના દૂધને માંસાહારી દૂધ એટલે કે નોન વેજ મિલ્ક કહેવાય છે.

આ સિવાય પણ ઘણી વાર દૂધ મેળવવાની પ્રક્રિયામાં દૂધાળાં પશુઓ સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોય છે. વધુ દૂધ મળે એ માટે ગાય કે ભેંસને વારેવારે ગાભણી (સગર્ભા) કરાતી હોય છે. વાછરડાંને દૂધ પીવા દેવામાં નથી આવતું. કેટલાંક ડેરી ફાર્મોમાં પશુઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. એટલે ઘણા લોકો એવા દૂધને શુદ્ધ શાકાહારી માનતા નથી. અને પ્રાણીઓના અધિકાર માટે લડતા લોકો આવા દૂધને નોન વેજ મિલ્ક ગણાવે છે.

અમેરિકામાં ગાયને શું ખવડાવાય છે?

નવી દિલ્હીસ્થિત થિંક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI)ના અજય શ્રીવાસ્તવનું કહેવું છે, બીજી ગાયનું માંસ અને લોહી અપાયું હોય, એ ગાયના દૂધનું તમે માખણ ખાઓ છો, એ કલ્પના કરી જુઓ. અમેરિકાના ધ સિએટલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ગાયને સુવ્વર, માછલી, મરઘાં, ઘોડા, બીલાડી અને કૂતરાંનાં અંગો હોય એવો ચારો ખવડાવાય છે. ગાયમાં પ્રોટીન વધે એ માટે સુવ્વર અને ઘોડાનું લોહી અપાય છે.

ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ

ભારતમાં ગાયને માતાનો દરજ્જો અપાય છે. ભારતમાં પૂજાથી માંડીને સમારંભો પણ દૂધ વિના અધૂરા ગણાય છે ત્યારે ભારતીય બજારોમાં અમેરિકન ગાયોનું દૂધ વેચાવા લાગે તો કલ્પના કરો કે કેટલી ગંભીર સમસ્યા સર્જાય! ભારત ડેરીબજારનાં દ્વાર ખોલી નાખે એવું અમેરિકા ઇચ્છે છે પણ ભારત એ માટે તૈયાર નથી. ભારત માટે ક્યારેય વિચારશે પણ નહીં. કારણ કે નેશનલ ટ્રેડ એસ્ટિમેટ (NTE)ના અહેવાલ પ્રમાણે પશુના માંસ કે લોહી જેવા પદાર્થો ભેળવેલો ચારો ખાતી ગાયના દૂધમાંથી બનેલાં ડેરી ઉત્પાદનોની આયાત પર ભારતે પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અટકી છે.

 

આ પણ વાંચોઃ

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

UP Crime: મિત્રની સાળીને પ્રેમજાળમાં ફસાવી, અશ્લિલ ફોટા પાડી લીધા, મળવા બોલાવતાં જ આપઘાત, જાણો વધુ

Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5

Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

  • Related Posts

    Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
    • November 11, 2025

    Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી  સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…

    Continue reading
    Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
    • October 16, 2025

    Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 2 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 5 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 4 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 8 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 7 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 10 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ