
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે . સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાઈ રહ્યા છે. તેવામાં હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં અતિભારે પ્રેસર બનેલ છે જેનાથી ગુજરાતના ધણા બધા વિસ્તારમાં અતિભારે વરસાદ 29/7/2025 બે દિવસ સુધી આવવાની આગાહી કરવામાં આવી છે અને લોકોને પરિવાર સાથે બને ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે.
કામ વગર બહાર ન નિકળવાની હવામાન વિભાગની સલાહ
રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણા શહેરો પાણી ભરાઈ ગયા છે . રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે. ઓઢવ , વેજલપુર , ખોખરા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે અપડેટ આપ્યું છે . આ સાથે લોકોને કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.
ક્યાં ક્યાં વરસાદ પડશે?
28 મી જુલાઈએ અરવલ્લી , બનાસકાંઠા , સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે . આ સાથે જ છોટા ઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત, મહેસાણા , ગાંધીનગર , અમદાવાદ, ખેડા, મહિસાગર , દાહોદ , પંચમહાલ , વલસાડ , વડોદરા , આણંદ, સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર , રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે . જ્યારે ડાંગ , કચ્છ , જામનગર , જૂનાગઢમાં હળવા વરસાદની શક્યતા છે .
આવતી કાલે આ વિસ્તારોમાં પડશે વરસાદ
29 જુલાઈએ છોટા ઉદેપુર , વડોદરા , નર્મદા, સાબરકાંઠા , અરવલ્લી, મહિસાગર , પંચમહાલ , દાહોદ , વલસાડ , તાપી, ડાંગ , નવસારી , કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે . આ ઉપરાંત કચ્છ, રાજકોટ , અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી , ભાવનગર , જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવા એલર્ટ છે . સમગ્ર ઉત્તર ગુજરાતમાં 30મીથી 2જી ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.
કયા જિલ્લામાં રેડ એલર્ટ છે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં હળવા વરસાદની ચેતવણી છે.
આ પણ વાંચો:
Bihar: 1 વર્ષના બાળકે બચકું ભરતાં કોબ્રા સાપે જીવ ગુમાવ્યો, જુઓ પછી બાળકનું શું થયુ?
Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી