KATCH: એક યુવતી રહસ્યમય સંજોગોમાં ઊંડા બોરવેલમાં ખાબકી, આપઘાતની આશંકા!

કચ્છ જીલ્લામાં આવેલા ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના સમયે એક યુવતી ખુલ્લા ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. હાલ ભચાવ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવતીને બોર વેલમાંથી કાઢવામાં કામગીરી ચાલી રહી છે. પહેલા યુવતીનો બચાવો બચાવો અવાજ આવતો હતો. જો કે હવે તે અવાજ આવી રહ્યો નથી. જેથી પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

18 વર્ષિય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સ્થાનિકોમાં ચકચારી મચી ગઈ છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગામગીનીનો માહોલ છવાઈ જવાઈ ગયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરથી NDRFની ટીમ પહોંચી છે. સાથે જ બીએસએફ, 108 સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 

આપઘતા કે હત્યાનો પ્રયાસ?

સૂત્રો દ્વારા મળતી માહિતી મળી રહી છે કે  18 વર્ષિય યુવતીને રાત્રે પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ યુવતીએ બોરવેલમાં પડી ગઈ હતી.  ઘટનાની જાણ થતાં જ ભાઈએ તંત્રને જાણ કરતાં રેસ્કયૂ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. અને યુવતીને બહાર કાઢવાની કામગરી હાથ ધરવામાં આવી રહી છે. યુવતીનો સવારમાં અવાજ આવતો હતો જો કે અત્યારે આવી રહ્યો નથી. યુવતીએ આપઘાત કર્યો કે હત્યા  કરવાના ઈરાદે ફેકી છે. તે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

 કેમેરાને બોરવેલમાં ઉતારાયો

ભૂજ પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચોઃ ઉદ્યોગપતિ કરસન પટેલના અનામત આંદોલન પરના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 4 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 8 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?