Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Bihar: બિહારમાં ચૂંટણી આવી રહી છે. તેવા ટાળે ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કરી રહી છે, તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ મામલો સુપ્રિ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગઈકાલે  સોમવારે થોડા સમય માટે થયેલી સુનાવણીમાં  સુપ્રીમ કોર્ટે મતદાર યાદી સુધારણાને લઈ ચૂંટણી પંચની ઝાંટકણી કાઢી છે. કારણ કે ચૂંટણી પંચ દેશની નાગરિકતાં માટે   આધાર અને મતદાન કાર્ડ (EPIC) ને માન્ય રાખતું નથી.  કોર્ટે કહ્યું કે કોઈપણ દસ્તાવેજ નકલી હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બિહારમાં 65 હજારથી વધુ લોકોને મતદાર યાદીમાંથી 65 લાખથી વધુ લોકોના નામ કાઢવામાં આવ્યા છે. અને હજુ ડોક્યુમેન્ટ તપાસી મતદારોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે એકવાર મતદારનું નામ નીકળી ગયા પછી તે દાખલ અપિલ પણ નહીં કરી શકે. તેને મતદાર યાદીમાં નામ દાખલ કરવાનો હક ગુમાવવો પડશે. જેને લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે પણ આ મામલે કોર્ટમાં સુનાવણી થવાની છે. વકીલો માને છે કે 1 ઓગસ્ટ સુધી આ મામલે ચૂકાદો આવે તો સારુ રહેશે. 

કોર્ટમાં ગઈકાલે થયેલી કાર્યવાહી

સોમવારે થયેલી સુનાવણીમાં ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી પંચના બે પુરાવા બાકાત રાખવાના અભિગમ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટની બેન્ચે ચકાસણી પ્રક્રિયામાં આધારકાર્ડ અને રેશનકાર્ડ ચલાવી લેવા માટે કહ્યું છે.

કોર્ટે ચૂંટણી પંચ પર દબાણ કર્યું

ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, “પૃથ્વી પરનો કોઈપણ દસ્તાવેજ બનાવટી હોઈ શકે છે.” તેમણે ચૂંટણી પંચને સમજાતાં દબાણ કર્યું કે જ્યારે નોંધણી ફોર્મમાં આધાર અને EPIC પહેલેથી જ માંગવામાં આવે છે ત્યારે તેમને સંપૂર્ણપણે કેમ સ્વીકારવામાં આવી રહ્યા નથી.

 ચૂંટણી પંચે કોર્ટમાં શું દલીલ આપી?

 સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે દલીલ કરી હતી કે આધાર નાગરિકતાનો પુરાવો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે મોટા પાયે બનાવટી હોવાને કારણે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. જોકે, પંચે સ્વીકાર્યું હતું કે આધારને ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. નોંધણી ફોર્મમાં તેનો નંબર પહેલાથી જ પૂછવામાં આવે છે.

નકલી દસ્તાવેજો રોકવા માટે ક્યાં છે સિસ્ટમ, કોર્ટે ઉઠાવ્યો પ્રશ્ન

સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે જો ચૂંટણી પંચની પોતાની યાદીમાં કોઈ દસ્તાવેજ નિર્ણાયક નથી, તો આ જ તર્ક આધાર અને EPIC પર લાગુ કરી શકાય છે. બેન્ચે પૂછ્યું, ‘જો કાલે તમારા દ્વારા સ્વીકૃત અન્ય દસ દસ્તાવેજો પણ નકલી હોવાનું જાણવા મળે છે, તો આને રોકવા માટે સિસ્ટમ ક્યાં છે? મોટા પાયે લોકોને શામેલ કરવાને બદલે મોટા પાયે શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે?’ કોર્ટે એવી પણ વિનંતી કરી કે જો કોઈને યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે, તો પ્રક્રિયા માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.

ત્યારે આ જમુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ બાખડી પડ્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, મારામારી સુધી મામલો પહોંચી જતાં પછી શું થયું?

Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો

Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 5 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 6 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 6 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 6 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 7 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 8 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી