
Moradabad Burqa Women Crime: ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવતી ઘટના સામે આવી રહી છે. જેમા રસ્તે જતી મહિલાઓની છેડતી કરવામાં આવે તેમની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવે જેથી રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો થઈ રહ્યા છે ત્યારે આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં મુરાદાબાદમાં બુરખા પહેરેલી યુવતી સાથેના અશ્લીલ કૃત્ય કરવામાં આવે છે. આ યુવકે ધોળા દિવસે યુવતી સાથે શરમજનક કૃત્ય કર્યું અને ભાગી ગયો. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાઓની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે જ્યારે પોલીસ હજુ સુધી કોઈ ધરપકડ કરી શકી નથી.
રસ્તા પર જતી મહિલા સાથે અશ્લિલ હરકત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક ધોળા દિવસે બુરખો પહેરેલી યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં, યુવક છોકરીના સ્તનને દબાવીને ઘટનાસ્થળેથી ભાગી જાય છે. આ ઘટના નાગફણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલ કોઠી ગલીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાંથી 16 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઘટનાનો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે છોકરી રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી એક યુવક આવ્યો અને તેને બળજબરીથી પકડી લીધી. છોકરીએ તરત જ વિરોધ કર્યો, બૂમો પાડી અને પોતાને મુક્ત કરાવી. જ્યારે યુવક ભાગી ગયો. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે મહિલાઓ, ભલે બુરખામાં હોય કે સામાન્ય કપડાંમાં, જાહેર સ્થળોએ પણ સુરક્ષિત નથી.
मुरादाबाद में दिनदहाड़े महिला के साथ यौन हिंसा हो रही है
देख लीजिए योगी सरकार की महिला सुरक्षा की सच्चाई, महिलाएं दिन में भी सुरक्षित नहीं है pic.twitter.com/M57ckC75CV
— Surya Samajwadi (@surya_samajwadi) August 4, 2025
પોલીસ કાર્યવાહી પર ઉઠ્યા પ્રશ્નો
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, નાગફણી પોલીસ સક્રિય થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનો દાવો છે કે વીડિયોના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ જે રીતે સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ છે, તે પ્રશ્ન ઉભા કરે છે કે પોલીસ આટલી ધીમી ગતિએ કેમ આગળ વધી રહી છે? શું વહીવટીતંત્ર આવા ગુનાઓને ગંભીરતાથી નથી લઈ રહ્યું?
વિપક્ષનો યોગી સરકાર પર પ્રહારો
આ ઘટના વાયરલ થતાં જ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસે પોતાના સત્તાવાર X (ભૂતપૂર્વ ટ્વિટર) હેન્ડલ પરથી વીડિયો શેર કરતા લખ્યું, “હવે રાજ્યના રસ્તાઓ પર મહિલાઓ નહીં, પરંતુ ક્રૂરતા નિર્ભયતાથી ફરી રહી છે. ગુનેગારો બેલગામ છે અને મુખ્યમંત્રી મહિલાઓની સુરક્ષાના ખોટા દાવા કરે છે.” કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો કે યુપીમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને પોલીસ વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યું છે.
મહિલાઓની સુરક્ષા અંગે ચિંતાઓ
આ પહેલી ઘટના નથી કે જ્યારે કોઈ મહિલાને ધોળા દિવસે નિશાન બનાવવામાં આવી હોય. અગાઉ પણ રસ્તાઓ, બસો અને જાહેર સ્થળોએ આવી ઘટનાઓના અહેવાલો આવ્યા છે. પ્રશ્ન એ છે કે જ્યારે સીસીટીવી અને સોશિયલ મીડિયાની મદદથી ગુનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે કાયદો આટલો ધીમો કેમ ચાલે છે? યુપી સરકાર મહિલાઓને સુરક્ષા આપવામા કેમ આટલી નિષ્ફળ નિવળી છે, જો મહિલાઓ ધોળા દિવસે પણ રસ્તા પર સલામત ન હોય તો આ કેવી વ્યવસ્થા કહેવાય ? સરકાર કેમ આટલા આટલા બનાવો બાદ પણ મહિલાઓની સુરક્ષા માટે કોઈ ખાસ પગલા નથી લેતી ? ક્યાં સુધી આવું બધુ ચાલતું રહેશે ?
મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર ઉંઘમાં
ઘણા લોકો કોઈ ઘટના બને ત્યારે મહિલાઓના કપડાનો વાંક કાઢતા હોય છે પરંતુ કહીકત તો તે છે કે, બુરખો પહેરેલી મહિલાઓ પર સુરક્ષિત નથી. મહિલાએ ગમે તેવા કપડા પહેર્યા હોય કે, ગમે તે ઉંમરની હોય વાંક માત્ર વિકૃત માનસિકતાનો હોય છે આવા લોકોને કાયદાકીય પાઠ ભણાવીને જ સીધા કરી શકાય છે તેના માટે યોગ્ય કાર્યવાહીની જરુર છે પરંતુ આ બાબતે સરકાર કેમ આંખ આડા કાન કરી રહી છે? આ કિસ્સો ફરી એકવાર દર્શાવે છે કે મહિલાઓની સુરક્ષાને લઈને સિસ્ટમમાં ઊંડી ખામીઓ છે જેને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે.
આ પણ વાંચો:
‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત