Ahmedabad: પોલીસકર્મીને પત્નીએ પથ્થર મારી પતાવી દીધો, પછી પોતે કર્યો આપઘાત, પ્રેમ પ્રકરણ બહાર આવ્યું

Ahmedabad: અમદાવાદના દાણીલીમડા પોલીસલાઇનમાં રવિવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં પત્ની સંગીતાબેને સામાન્ય ઝઘડાને કારણે ગુસ્સામાં આવીને પોતાના પતિ મુકેશભાઈ પરમારના માથામાં ઘોડિયાનો પાયો મારીને તેમની હત્યા કરી નાખી. મુકેશભાઈ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટના બાદ સંગીતાબેને પસ્તાવામાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, “અમે ઘટનાસ્થળે પહોંચ્યા છીએ અને તપાસ શરૂ કરી છે. હાલ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.” આ ઘટના ઘરના દરવાજા અંદરથી બંધ હોય તેવી સ્થિતિમાં બની હતી. આ દરમિયાન દંપતીનો ત્રણ વર્ષનો દીકરો આ ઘટનાનો સાક્ષી બન્યો હતો. ઘટના બાદ ડરી ગયેલા બાળકે દરવાજો ખોલીને પાડોશીઓને આ ઘટના અંગે જાણ કરી હતી. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતી વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જે હિંસક બની ગયો. મુકેશભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેઓ નીચે પડી ગયા હતા, અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આઘાતમાં આવેલા સંગીતાબેને પછી આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને બાળકની સંભાળ લેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય મહિલા સાથે મૃતકનું અફેર નીકળ્યું

જાણવા મળી રહ્યું છે કે મૃતક પોલીસકર્મીના અન્ય મહિલા પોલીસકર્મી સાથે પ્રેમસંબંધો હતા. જેને લઈ પતિ પત્ની વચચ્ચે ઝઘડા થતાં હતા. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણનો વતની છે. તેનું અમદાવાદની એક પોલીસ કોન્સ્ટેબલ સાથે અફેર હોવાનું બહાર આવ્યું છે.  મૃતક થોડા દિવસ પોતાની પત્ની સાથે રહેતો અને થોડા દિવસ અન્ય મહિલા પોલીસકર્મી સાથે રહેતો હતો. જેથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ પતિ પર હુમલો કર્યો. જેમાં પતિનું લોહી વહી જતાં મોત થઈ ગયુ. જે બાદ પત્નીએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

આ પણ વાંચો:

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

UP: પતિ કાવડ યાત્રામાં ગયો, પત્ની અન્ય યુવાન સાથે ભાગી ગઈ, વિયોગમાં પતિએ જે કર્યું તે જાણી હચમચી જશો!

AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

UP: આંખો બંધ કર તને લોકેટ આપુ…આટલું કહ્યા પછી પતિએ ગર્ભવતી પત્ની સાથે જે કર્યું તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત