
UP: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી એક ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથે ઝઘડા બાદ એક મહિલાએ તેના 3 બાળકોને લઈને નહેરમાં કૂદી પડી. ચારેયના ડૂબી જવાથી મોત થયા. પતિ અખિલેશના વ્યસનને લઈ પત્નીને વારંવાર ઝઘડા થતાં હતા. હાલ પોલીસે આરોપી પતિને ઝડપી લીધો છે.
બાંદા જિલ્લાના નારાયણી કોતવાલી વિસ્તારના રિસૌરા ગામની રહેવાસી અખિલેશની પત્ની રીના (ઉ.વ. 30) તેના ત્રણ બાળકો હિમાંશુ (ઉ.વ. 9), અંશી (ઉ.વ. 5) અને પ્રિન્સ (ઉ.વ. 3) સાથે ઘરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલી નહેરમાં કૂદી પડી હતી. ગામના તરવૈયાઓ શોધવા માટે નહેરમાં ઉતર્યા હતા. જ્યારે લોકોએ ઘટના સ્થળથી લગભગ 50 મીટર દૂર માતા અને તેના ત્રણ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું તે ભયાનક હતું.
પોલીસે શું કહ્યું?
એએસપી શિવરાજે જણાવ્યું હતું કે રિસૌરા ગામના રહેવાસી અખિલેશ અરખ સુરતમાં મજૂરી કામ કરે છે. તે ત્રણ મહિના પહેલા જ ગામમાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે તે તેના મિત્રો સાથે કાચી રોડ પાસે પાર્ટી કરવા ગયો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે દારૂ પીને ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્ની રીના સાથે ઝઘડો થયો હતો. બાદમાં સૂઈ ગયો હતો. શનિવારે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે રીના તેના ત્રણ બાળકો હિમાંશુ, અંશી અને પ્રિન્સ સાથે ઘરમાંથી ગાયબ હતી.
શનિવારે સવારે પાંચ વાગ્યે ઘરથી લગભગ એક કિલોમીટર દૂર કેન કેનાલના બાંદા શાખાના પાટા પર રીનાનું બ્રેસલેટ અને ચંપલ પડેલા મળી આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની મદદથી ઘટનાસ્થળથી 50 મીટરના અંતરે ચારેય મૃતદેહ મળી આવ્યા હતા. પતિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો પતિ રાત્રે દારૂ પીને ઘરે આવવાને કારણે આ ઝઘડો થયો હતો. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મામા પક્ષ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
આ પણ વાંચો:
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો
Ahmedabad: પેકિંગ થેપલાં ખાતા હોય તો ચેતજો, એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાતાં BAPSની ‘પ્રેમવતી’ને દંડ
sabarkantha: ‘ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા પુરાવા રજૂ કરી ખેડૂત બન્યા’, જાણો સમગ્ર મામલો
Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી