Savarkar controversy: મોદીએ સાવરકરના કર્યા વખાણ, ‘પણ સાવરકર તો ડરપોક હતા’

  • India
  • August 15, 2025
  • 0 Comments

Savarkar controversy: દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની આઝાદી માટે જે વીરોએ બલિદાન આપ્યું છે તેમના બદલે તેઓ RSS અને સાવરકરની પ્રશંસા કરી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો તેમની ટીકા કરી રહ્યા છે ત્યારે જાણીતા લેખક રમેશ સવાણીએ સાવરકરને ડરપોક ગણાવ્યા છે.

સાવરકરના ફોટોને લઈને વિવાદ

હાલમાં સાવરકરના ફોટોને લઈને ભારતમાં વિવાદ સર્જાયો છે કારણ કે, કેન્દ્ર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક સ્વાતંત્ર્ય દિવસના પોસ્ટરમાં સાવરકરનો ફોટો મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહની સાથે દર્શાવવામાં આવ્યો છે, જેમાં ગાંધીજીની ઉપર સાવરકરનો ફોટો મૂકવામાં આવ્યો છે. આમ પેટ્રોલિયમ મંત્રાલયે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા સાથેના પોસ્ટરમાં સાવરકરનો ફોટો ગાંધીજીની ઉપર મૂકતા ઘણા લોકોએ આને ગાંધીજી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાવ્યું છે. તેમજ પોસ્ટરમાં જવાહરલાલ નેહરુનો ફોટો ન હોવાને કારણે પણ વિવાદ વધ્યો છે કારણ કે આને રાજકીય રીતે પ્રેરિત ગણવામાં આવ્યું છે.

વિપક્ષોએ કરી ટીકા

કોંગ્રેસ અને સીપીએમ જેવા વિપક્ષી પક્ષોએ આ પોસ્ટરની ટીકા કરી, દાવો કર્યો કે સાવરકરનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન નજીવું હતું અને તેમણે બ્રિટિશ સરકારને માફીનામું લખ્યું હતું. જ્યારે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બી.વી.એ આ પોસ્ટરને “સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન” ગણાવ્યું અને સાવરકરને “બ્રિટિશ પેન્શનર” અને “ગાંધીજીની હત્યાના ષડયંત્રમાં સામેલ” તરીકે ઓળખાવ્યા.

રમેશ સવાણીએ સાવરકરને કહ્યા ડરપોક 

આ મામલે લેખક રમેશ સવાણીએ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ભગતસિંહ/ ગાંધીજી/ સુભાષચંદ્ર બોઝની તસવીર સાથે સાવરકરની તસવીર મૂકવામાં ભગતસિંહ/ ગાંધીજી/ સુભાષચંદ્ર બોઝનું અપમાન છે. એટલું જ નહીં બનાવટી ઈતિહાસ ઊભો કરવાની ચેષ્ટા છે.

શરમજનક બાબત એ છે કે કેન્દ્ર સરકારના ‘MINISTRY OF PETROLEUM AND NATURAL GAS’ વિભાગે આવી ધૃષ્ટતા કરી છે.

15 ઓગસ્ટ 2025ના રોજ, આઝાદીની શુભેચ્છા પોસ્ટરમાં ગાંધીજી સાથે તેમના હત્યારા સાવરકરને મૂકનાર ગોડસેવાદી જ હોય !

સાવરકર ગાંધીજીની હત્યા માટે જેલમાં ગયેલ અને પુરાવાના અભાવે છૂટેલ ! પરંતુ કપૂર કમિશને તેમને કાવતરાખોર માનેલ.

સાવરકરને આઝાદીની લડત માટે કે દેશભક્તિ માટે નહીં પરંતુ તેમણે અનંત કન્હરે પાસે 29 ડીસેમ્બર 1909ના રોજ નાસિકના કલેક્ટર જેકસનની હત્યા કરાવી હતી એટલે આંદામાનની જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ હત્યામાં વપરાયેલ પિસ્તોલ લંડનથી સાવરકરે મોકલી હતી.

સાવરકર ડરપોક હતા. મદનલાલ ઢીંગરા પાસે Curzon Wyllieની હત્યા કરાવી હતી; ગોડસે પાસે ગાંધીજીની હત્યા કરાવી હતી અને અનંત કન્હરે પાસે કલેક્ટર જેકસનની હત્યા કરાવી હતી ! મદનલાલ ઢીંગરા/ ગોડસે/ અનંત કન્હરેન્ ફાંસી થઈ, સાવરકર છટકી ગયા !

સાવરકર અંગ્રેજોની માફી માંગી આંદામાન જેલમાંથી છૂટી ગયા ! હત્યા કરાવવાની અને માફી માંગી છટકી જવાનું ! અંગ્રેજ સરકાર પાસેથી મહિને રુપિયા 60/-નું (તે વખતે એક તોલાનો ભાવ રુપિયા 18 હતો, 2025માં આ રકમ રુપિયા 3,00,000થી વધુ થાય !) પેન્શન પણ મેળવતા રહ્યા ! આ પેન્શન અંગ્રેજો શામાટે આપતા હતા? ગાંધીજી/ કોંગ્રેસ/ મુસ્લિમોનો વિરોધ કરવા માટે; અંગ્રેજોની ‘ભાગલા પાડો, રાજ કરો’ની નીતિની તરફેણ કરવા માટે અને અંગ્રેજોને માહિતી પહોંચાડવા માટે !

સાવરકર Narcissist-નાર્સિસિસ્ટ હતા. નાર્સિસિસ્ટ અટલે આત્મમુગ્ધ, પ્રશંસાની સતત ભૂખ, પોતે જ મહત્વ ધરાવે છે તેવી ભાવના. સાવરકરે 1926માં, પોતાની જ ભરપૂર પ્રશંસા કરવા માટે ‘ચિત્રગુપ્ત’ના નામે ‘લાઈફ ઓફ બેરિસ્ટર સાવરકર’ પુસ્તક લખ્યું હતું ! તેમાં સાવરકરે પોતાને જ ‘વીર’ની પદવી આપી હતી !

દંભ તો જૂઓ : સરદારને બદલે સાવરકર ! ’PETROLEUM AND NATURAL GAS’ વિભાગ તેના સર્જનહાર, પ્રથમ વડા પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની નેહરુને કેમ ભૂલી ગયા હશે? નેહરુએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં PSU જેમ કે ONGC, ઇન્ડિયન ઓઇલ કંપની વગેરે શરૂ કર્યા હતા, પરંતુ આજે આ PSU તેમને ભૂલી ગયું ! કોઈ પણ સરકારી વિભાગ ભારતના લોખંડી પુરુષને કેવી રીતે ભૂલી શકે?

 મોદીએ સાવરકરના કર્યા હતા વખાણ

નરેન્દ્ર મોદીના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં સાવરકરનો સીધો ઉલ્લેખ નહોતો, પરંતુ તેમણે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની પ્રશંસા કરી, જેની સાથે સાવરકરના હિન્દુત્વના વિચારો જોડાયેલા છે. આ પ્રશંસાની પણ ટીકા થઈ રહી છે. જોકે, પહેલા 2022માં, 76મા સ્વાતંત્ર્ય સંપાદક દિવસના ભાષણમાં, વિર સાવરની ભારતની સ્વતંત્રતા અને રાષ્ટ્રમાં શક્તિની કાર્ય કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ મહાત્મા ગાંધી, મહિલા સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર અને વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાની સત્તા ઋણી છે, જેમણે પોલીસના જીવનના માર્ગે સમર્પિત કર્યું હતું.

આમ સાવરકરને સ્વાતંત્ર્ય સેનાનીઓ કરતા ચઢીયાતા બતાવવાની કોશિશ કરવામા આવી રહ્યા હોવાના પ્રયાસો કરતા હવે દેશમાં સાવરકરનો વિવાદ ઉભો થયો છે ત્યારે આ વિવાદ હવે શું નવો વળાંક લાવે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચો 

ચૂંટણી પંચે એક પંચાયતમાં 50 લોકોને મારી નાખ્યા, Rahul gandhi એ મૃતકો સાથે ચા પીધી, જાણો તેમણે શું કહ્યું?

Shilpa And Raj Kundra:બોલિવૂડની ફિટનેસ ગુરુ શિલ્પા અને રાજનું 60 કરોડનું ‘ફિટનેસ ફ્રોડ’ ! ઉદ્યોગપતિ કેવી રીતે ઠગાયો?

Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત

Uttar Pradesh: માતાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોયા, લફરું ખુલ્લું પડી જવાના ડરથી બાળક સાથે કર્યુ આવું

UP news:છોકરી બોયફ્રેન્ડ સાથે પિઝા ખાવા ગઈ, તેનો ભાઈ લોખંડનો સળિયો લઈને આવ્યો, પછી જે થયું તે જાણી ચોંકી જશો

 

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!