ભાજપ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો લેટરકાંડ મુદ્દે મોટો ધડાકો, મોડે મોડેથી શું કહ્યું?

અમરેલીમાં કૌશિક વેકરીયા વિરુદ્ધના લખાયેલા લેટરકાંડ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને પોલીસ રાત્રે ઘરેથી ઉઠાવી ગઈ હતી. અને આખી રાત યુવતીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ જામીન પર છૂટી હતી. જેથી આ ઘટના બાદ ગુજરાત ઉહાપોહ મચી ગયો છે.

ત્યારે હવે અમરેલીના ભાજપ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ  લેટરકાંડની ઘટનાને  વખોડી છે. અમરેલી પોલીસે જે રીતે નિર્દોષ યુવતી પર અત્યાચાર ગુજાર્યો એના મોટા પડઘા પડ્યા છે. લેટરકાંડ મામલે કોંગ્રેસ બાદ આપ અને હવે તો ખુદ ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ જાતે વીડિયો બનાવી આ મામલે પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આશારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!

અમરેલી ભાજપના જ નેતા નારણ કાછડિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે. અમરેલી પોલીસે જે કર્યું છે તે માટે મારી પાસે વખોડવા માટે કોઈ શબ્દો નથી. નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢવું, કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઈશારો અને શા માટે કર્યું છે? આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો કોની સહી છે, ખરેખર સાચા થાય તો કલાકમાં આખી વાત બહાર આવી જાય.

જો કે મોડે મોડેથી સાવલો ઉઠાવતાં ખુદ નારણ કાછડિયા પર સવલો પેદા થયા છે.

 

ધાનાણીનો વેકરીયાને ખુલ્લો પડકાર!

Former opposition leader Paresh Dhanani's health deteriorated | પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ-એટેક: નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા, એન્જિયોપ્લાસ્ટી ...

અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં પૂર્વ વિપક્ષ નેતા ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું હતું. પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની અડધી રાતે ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયાને આવતીકાલે રાજકમલ ચોક ખાતે આવવા પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયા વિરુદ્ધનો પત્ર અને સહી અસલી છે તેમ જણાવ્યું હતું અને સામસામે બેસી પત્રનો ખુલાસો કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, કાલે 6 વાગ્યે આવીને સામસામા બેસીને ખુલાસો કરો કે પત્રની સચાઈ શું છે ? હવે આવતીકાલે કૌશિક વેકરીયા પૂર્વ નેતા વિપક્ષનાં પડકારને ઝીલી સામે આવશે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે.

આ સમાચાર પણ વાંચોઃ કેનેડાના નવા PMની પસંદગી કરવાની કમાન ભારતયી મૂળની વ્યક્તિને મળી

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 2 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 2 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 7 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 6 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 9 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ