
surat: દેશમાં શાળાઓમાં વધતી જતી દુર્ઘટનાઓને અને અપરાધીક બનાવોને ધ્યાનમાં લઈને શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ છરી મારીને બીજા વિદ્યાર્થીને મારી નાંખ્યો ,આવો બનાવ ભવિષ્યમાં ન બને તેથી આ નિર્ણયની ફરજ પડી છે,હવે દરેક શાળાઓએ આ નિર્ણયનું કરવું પડશે પાલન.
વિદ્યાર્થીઓની સલામતી જાળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે તમામ શાળાઓએ પોતાના પરિસરમાં વિદ્યાર્થીઓ માટે સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કાર્યવાહી કરવી પડશે. દરેક શાળમાં સ્કૂલ બેગ ચકાસણી કરવામાં આવશે. બાળકોની સલામતી માટે શિસ્ત સમિતિની રચના કરવા આદેશ અપાયો.સમિતીમાં આચાર્ય, શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થી પ્રતિનિધી તરીકે મોનિટર અથવા જીએસનો સમાવેશ કરાશે,રમતગમતના મેદાન અને આવવા જવા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન સમિતિ રાખશે.
વાલીઓ પણ સ્કૂલબેગ ચેક કરશે
દરેક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાલીઓને બેગ ચેક કરવા આદેશ આપવામાં આવશે, પોતાના બાળકોના બેગ ચેક કર્યા પછી જ તેમને સ્કુલમા મોકલાશે, શાળામાં અનિચ્છનીય ઘટના ન બને એટલે ત્યાં પણ બેગની ચકાસણી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં કોઈપણ પ્રકારના હથિયાર કે ઈજા પહોંચાડે તેવી સામ્રગી સાથે લાવી શકશે નહીં આ વાતનું ધ્યાન શાળાએ પણ રાખવું પડશે, જો આ નિયમોનું પાલન ન થાય તો શાળા પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા શિક્ષકોની જવાબદારી
હાલ અમદાવાદમાં બનેલી ઘટનામાં શિક્ષકોની પણ બેદરકારી સામે આવી છે, જેથી હવે શિક્ષણ સમિતિએ આદેશ કર્યા છે કે વિદ્યાર્થીઓની સલામતીની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. તમામ શાળાઓએ આ સૂચનાનું પાલન ચૂસ્તપણે કરવાનું રહેશે અને તેમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં.