UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

  • India
  • August 27, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફાફામઉમાં ગંગા નદી પર છ લેનવાળા પુલના નિર્માણ દરમિયાન સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. પુલના કેટલાક થાંભલાઓને એક મોટા ટ્રક દ્વારા સ્થાપન માટે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ અચાનક ટ્રક નિયંત્રણ બહાર થઈ ગયો અને પલટી ગયો અને થાંભલા નદીમાં પડી ગયા. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કર્મચારીઓ અને અધિકારીઓ માંડ માંડ બચ્યાં

સદનસીબે, આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. તે સમયે બાંધકામ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ તે સ્થળે હાજર નહોતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે, થાંભલો નદીમાં પડી જવાથી બાંધકામ કાર્યમાં વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. કંપની અને સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

રૂ. 1948.25 કરોડ ના ખર્ચે બની રહ્યો છે પૂલ

આ છ લેનનો પુલ મલક હરહરથી લાલા લાજપત રાય માર્ગ સુધી 9.90 કિમી લાંબો બનાવવામાં આવી રહ્યો છે. તેનો ખર્ચ રૂ. 1948.25 કરોડ છે. પુલનું બાંધકામ ફેબ્રુઆરી 2021 માં શરૂ થયું હતું, જેથી તે મહાકુંભ 2025 પહેલા તૈયાર થઈ શકે. પ્રારંભિક લક્ષ્ય ફેબ્રુઆરી 2024 હતું, પરંતુ વિલંબને કારણે તેને ફેબ્રુઆરી 2025 સુધી લંબાવવામાં આવ્યું.

બાંધકામના કામમાં થશે વિલંબ

મહાકુંભ માટે ટ્રાફિકને સરળ બનાવવા માટે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે  પુલનું આ અકસ્માત પછી, બાંધકામ કાર્ય પર વધુ અસર થવાની સંભાવના છે. બાંધકામ ફેબ્રુઆરી 2021 માં શરૂ થયું હતું અને ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જેથી તે મહાકુંભ 2025 પહેલા તૈયાર થઈ શકે. જોકે, વિલંબને કારણે કંપનીને ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે અકસ્માતને કારણે બાંધકામ કાર્ય વધુ પ્રભાવિત થવાની શક્યતા છે. આમ સમયમર્યાદા પહેલાથી જ લંબાવી દેવામાં આવી છે, અને હવે આ ઘટના જૂન 2026 સુધીમાં પૂર્ણ થવાની નવી સમયમર્યાદાને પણ જોખમમાં મૂકી શકે છે.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોની ચિંતા વધી ગઈ છે. ઘણા લોકો બાંધકામની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોએ વહીવટીતંત્ર પાસેથી તપાસની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને.

આ પણ વાંચો:

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Related Posts

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?
  • September 1, 2025

UP: મથુરાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પોતાના પ્રેમ સાથે લગ્ન ન કરી શકવાથી દુઃખી એક ફોટોગ્રાફરે રવિવારે ઘરે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેણે આ પગલા માટે છોકરીના…

Continue reading
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા
  • September 1, 2025

Rajasthan: રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની માવલી ​​કોર્ટે પોતાના એક નિર્ણયમાં એક પુરુષને તેની પત્નીની ક્રૂર હત્યા કરવાના આરોપમાં 8 વર્ષ પછી મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણય 24 જૂન 2017 ના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

  • September 1, 2025
  • 4 views
છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

  • September 1, 2025
  • 2 views
UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

  • September 1, 2025
  • 5 views
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

  • September 1, 2025
  • 10 views
રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

  • September 1, 2025
  • 13 views
Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

  • September 1, 2025
  • 20 views
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?