
Indigo Flight Emergency Landing: સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મધદરિયે એન્જિનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં પાઇલોટની સમયસૂચનતા અને ત્વરિત નિર્ણયને કારણે ફ્લાઈટને સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
આજે ઇન્ડિગોની ફ્લાઇટ (નંબર 6E-1507) સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થઈ હતી. મધદરિયે પહોંચ્યું ત્યારે વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ. પાઇલોટે આ પરિસ્થિતિનું ગંભીરતાથી મૂલ્યાંકન કરીને ફ્લાઈટને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ અને ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાઈ.
પહેલા ફ્લાઈટ ડાવર્ટની મંજૂરી લીધી
પાયલટને આ ખામીની જાણ થતાં તેમણે સૌથી પહેલા તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની મંજૂરી માંગી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે પ્લેનને સૌથી નજીકના અમદાવાદના એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્લાઈટમાં ખામી સર્જતાં વૈકલ્પિક બીજા વિમાનની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મુસાફરોને અમદાવાદથી દુબઈ જવા રવાના કર્યા હતા.
આ પણ વાંચો:
UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ