
Kutch Accident: આજે મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. એક્ટિવા પર કન્ટેનર પડતા 3 યુવાનોના ઘટના સ્થળે જ રામ રમી ગયા છે. ત્રણેય યુવકો કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા. તેમના શરીના અંગો પણ છૂટા પડી ગાય. લોહિયાળ બનેલા અકસ્માતથી લોકો પણ ધ્રુજી ગયા છે.
મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે અંજાર પોલીસે હોસ્પિટલમાં મૃતકોના નામ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી જાણકારી અનુસાર મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર ઝડપભેર જઈ રહેલુ એક ટ્રેલર અચાનક બેકાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી એક્ટિવા ઉપર પડ્યું હતું. જે અકસ્માતમાં એક્ટિવા પર સવાર 3 યુવાનો તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક યુવકના શરીરના બે ભાગ થઈ ગયા. જ્યારે એક્ટિવાના ફૂરચેફુરચા થઈ ગયા.
ઘટના બાદ આસપાસના લોકો સહિત પોલીસ દોડી આવી હતી. કન્ટેનરને હટાવવા માટે ક્રેઈન બોલાવવી પડી હતી. દબાયેલા ત્રણ યુવાનોના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલરચાલક સામે નશો કરીને હંકારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ
UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!