Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?

  • Gujarat
  • September 1, 2025
  • 0 Comments

Anand: એક તરફ વિશ્વના વિકસિત દેશો વિજ્ઞાન અને સંશોધનની મદદથી પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે, ત્યારે ભારત હજુ પણ અંધશ્રદ્ધાના ગાઢ અંધકારમાં ડૂબેલો દેખાય છે. હજુ પણ ઘણી જગ્યાએ અંધવિશ્વાસની આગમાં નિર્દોષ જીવોની આહુતિ આપવામા આવી રહી છે. ત્યારે અંધશ્રદ્ધાની આવી જ એક હચમચાવનારી ઘટના આણંદમાંથી સામે આવી છે જેમાં 5 વર્ષની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. સંતાનપ્રાપ્તિના નામે એક 5 વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચડાવી દેવાઈ છે.

આણંદમાં 5 વર્ષની બાળકીની બલિ

મળતી માહિતી મુજબ નવાખલ ગામમાં રહેતી 5 વર્ષની બાળકી તુલસી સોલંકી ગઈકાલે સાંજે ઘરેથી મંદિરે રમવા જવાનું કહીને નીકળી હતી. રાત થવા છતાં જ્યારે તે ઘરે પાછી ન ફરી, ત્યારે પરિવારે ચિંતામાં ડૂબીને પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો. તુલસીના કાકાના મિત્ર અજય પઢિયારે તાંત્રિક વિધિ માટે બાળકીનું અપહરણ કરી, તેની હત્યા કરી અને લાશને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી.

કાકાના મિત્રએ ભુવાની વાતોમાં આવીને બાળકીની હત્યા કરી

પોલીસની પૂછપરછમાં અજય પઢિયારે કબૂલ્યું કે, તે સંતાનપ્રાપ્તિ માટે એક ભુવા પાસે ગયો હતો. ભુવાએ તેને તાંત્રિક વિધિ માટે એક બાળકીની બલિ આપવાની સલાહ આપી હતી. આ સલાહને અનુસરીને અજયે તુલસીને બાઈક પર ઉમેટા લઈ ગયો, જ્યાં તેણે નિર્દોષ બાળકીની હત્યા કરી અને લાશને નદીમાં ફેંકી દીધી. આ ઘટનાએ નવાખલ ગામ સહિત આખા વિસ્તારમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે.

પોલીસે શું કાર્યવાહી કરી ?

આરોપીની કબૂલાત બાદ પોલીસે NDRFની ટીમની મદદથી સિંઘરોટ નદીમાં તુલસીની લાશ શોધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે અજય પઢિયારને અટકાયતમાં લઈ, તેની સામે કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત, તાંત્રિક વિધિમાં સામેલ અન્ય શકમંદોની પણ તપાસ ચાલી રહી છે.

સમાજ માટે ચેતવણી

આ ઘટના એક નિર્દોષ બાળકીની નિર્મમ હત્યા ઉપરાંત, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓના નામે થતી છેતરપિંડીને ઉઘાડી પાડે છે. ખજાનો મેળવવા, ધંધામાં સફળતા કે સંતાનપ્રાપ્તિ જેવા લોભામણા વાયદાઓથી લોકોને ગેરમાર્ગે દોરીને આવા ગુનાઓને અંજામ આપવામાં આવે છે. આવી ઘટનાઓ રોકવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવી અને કડક કાયદાકીય પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.

 અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવ્યા બાદ પણ કોઈ ફરક નહીં

નોંધનીય છે કે, અંધશ્રદ્ધાને કારણે બનતા ગુનાઓને અટકાવવા માટે ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી બિલ લાવ્યા છે તેમ છતા આ પ્રકારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

આપણે અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?

આ ઘટનાએ માનવતાને શરમસાર કરી છે અને સમાજને એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે, આપણે આવી અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?

આ પણ વાંચો:

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત 

Rajkot: ગોપાલે કહ્યું- “ ભાજપ 5000 આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે”, ઉદય કાનગડે કહ્યું- એ લોકો રીલ બનાવવામાં માસ્ટર…

Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!

EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Related Posts

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 2 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 4 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 3 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 5 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 12 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”